આ તે માળીયા શહેરના રસ્તા કે પછી વાડી-ખેતરના

- text


માળીયા ભાજપના કોષધ્યક્ષની ફરિયાદ છતાં પગલાં ન લેવાતા આશ્ચર્ય

માળીયા : પુરની પરિસ્થિતિ બાદ માળિયા શહેરની હાલત બદતર બની છે શહેરના રસ્તા વાડી-ખેતરે જવાના રસ્તાને પણ સારા કહેવડાવે તેવા બની જતા ખુદ શહેર ભાજપ કોષાધ્યક્ષે ફરિયાદ કરી હોવા છતાં સરકારી અધિકારીઓએ રજૂઆત અંગે કોઈ નક્કર કામગીરી નહી કરતા આશ્ચર્ય સર્જાયું છે.
મળતી માહિતી અનુસાર માળિયા શહેર બીજેપી કોષાધ્યક્ષ બાબુભાઇએ પ્રાંત અધિકારી સહિતના અધિકારીઓ ને વારંવાર રજૂઆત કરી હતી છતા કોઇ નક્કર કામગીરી કે આજ દિવસ સુધી કોઈ અધિકારી ડોકાણા નથી
માળિયામાં પુર આવ્યુ અને જે તારાજી થઈ તેની કલ્પના કરવી મુશ્કેલ છે અને દિવસે દિવસે માળિયા ની હાલત બદતર થતી જાય છે જેનો પુરાવો આજે દોઢ મહિનો થવા છતા હજી એવા ઘણા ખરા વિસ્તાર છે જયા ગારો કિચડ અને ફરીયામાં હજી પાણી ભર્યા છે અને સરકાર શ્રી તરફથી હજી કોઈ માળિયા પુર ગ્રસ્ત તાલુકા માટે સરકાર દ્વારા કોઈ પેકેજ જાહેર કરાયુ નથી પુરની ક્ષમતા જોવા જઈએ તો ગમે તે વિસ્તારમાં આવુ પુર આવે અને રેલવે ને નુકસાન થાય તો ત્રણ ચાર દિવસ કે વધીને આઠ દિવસ રીપેર થતા લાગે પણ માળિયા મા આવેલ પુરની ભયાનક એટલી હતી કે રેલવે ટ્રેક ટુટી જતા એ ટ્રેકને રીપેરીંગ કરતા એક મહિનો લાગ્યો હતો તેના ઉપર થી જાણી શકાય કે આવેલ પુર કેટલુ ભયાનક હશે અને ખાસ કરીને રોડ રસ્તાઓ તો કયાય દેખાતા જ નથી જેનાથી પરેશાન માળિયા શહેર બીજેપી કોષાધ્યક્ષ બાબુભાઈએ પંદર દિવસથી સરકારી અધિકારીઓ ને લેખિત રજૂઆત કરી હતી અને ખુદ ધારાસભ્ય ને પણ રજૂઆત કરી હતી પણ આજ દિવસ સુધી નાતો સરકારી અધિકારીઓ ડોકાણા છે કે ના રાજકીય નેતાઓ જાણે માળિયાની હાલતને રાજકીય મુદ્દો બનાવવો હોય તેવો ઘાટ સર્જાયો છે તો સામાપક્ષે નગરપાલિકા કોગ્રેસ ની હોય તેવો પણ કઇ કરતા નથી કે નથી ચીફ ઓફિસર હમેશા ઘરહાજર જ જોવા મળે છે ચીફ ઓફિસર ને ભાગેડુ જાહેર કરવા હમણા રજૂઆત થઈ હતી પણ કોણ જાણે સરકારી બાબુઓનુ પેટનુ પાણી નથી હલતુ કે ઉચ્ચ અધિકારીઓ માળિયા માટે આંખ મિચામણા કરતા હોય એવુ ચોક્કસ પણે નજરે પડે છે માળિયા શહેર હોડ નંબર એકના સારા માર્ગ ની ઝલક તસવીરમાં નજરે પડે છે જયા હજારો લોકો આ રસ્તાનો આવન જાવન માટે ઉપયોગ કરતા હોય જે આ રસ્તાની હાલત એ હોય તો માળિયામાં આવેલ સીમ વિસ્તારની વાંઢોની શુ હાલત હશે જેની કલ્પના કરવી રહી.

- text

- text