વાંકાનેર : માટીના વાસણોની આર્ટ ગેલેરી બની

- text


વાંકાનેરના મનસુખભાઈ પ્રજાપતિએ માટીમાંથી અસંખ્ય પ્રોડકટ બનાવી આજનાં આધુનિક ઝડપી યુગમાં બેનમૂન કાર્ય કર્યું છે. મનસુખભાઈએ માટીમાંથી રેફ્રિઝરેટર બનાવી દેશ-દુનિયામાં ડંકો વગાડી પોતાની કારીગરીને સાબિત કરી છે. તેમણે બનાવેલું માટીનું ફ્રિઝ વીજળી વીના આઠ દિવસ શાકભાજીને તરોતાજા રાખે છે. દુધ અમુક કલાક સુધી બગડતું નથી અને ઠંડુ પાણી મળે છે તેમજ વોટર ફિલ્ટરમાંથી ગળાયને આવતું પાણી શુધ્ધ સાત્વિક રહે છે.
મનસુખભાઈએ બનાવેલા કલાત્મક ફિનિશિંગવાળા માટીના ઇકો-ફ્રેન્ડલી લાલ માટીનાં વાસણો વોરટપોટ, માટીનું ટ્રેસરકુકર, માટીની તવી, ડીનરસેટ, કડાઇ, ગ્લાસ, કપ, નાઇટ લેમ્પ, બોટલ, હાંડી વગેરેની ભવ્ય આર્ટ ગેલેરી પંચાસર રોડ વાંકાનેર ખાતે આવેલી છે.

- text