મોરબી : શિક્ષકોનાં પડતર પ્રશ્ને મૌન ધરણા પ્રદર્શન

- text


કલેકટરને આવેદનપત્ર આપી સાતમા પગારપંચ સહિતનાં લાભ આપવા માંગ

મોરબી જિલ્લાનાં મા. અને ઉ. મા.નાં શિક્ષકો, આચાર્ય તથા કર્મચારીઓએ પડતર પ્રશ્ને મૌન ધરણા કરીને મુક વિરોધ નોંધાવ્યો હતો. તેમજ કલેકટરને આવેદનપત્ર આપી સાતમા પગારપંચ સહિતનો લાભ આપવા માંગણી કરી છે.
મોરબી જિલ્લા શૈક્ષણિક સંઘનાં નેજા હેઠળ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકો તથા આર્ચાર્યો અને વહિવટી શાખાના કર્મચારીઓએ આજ રોજ સાતમા પગારપંચનો લાભ આપવા, શિક્ષકોની ઘટ પૂરી પાડવા, શિક્ષકો પર કામનું ભારણ ઘટાડવા, ટ્રાન્સપોર્ટ એલાઉન્સ આપવા, ગ્રાન્ટેડ શાળામાં આચાર્યની ભરતી કરવા સહિતની માંગ કરી હતી. ત્યાર બાદ જિલ્લા શિક્ષણ કચેરી ખાતે મૌન ધરણાનું આયોજન કર્યું હતું. જેમાં એલ.બી. કથગરા, બી.પી. આદ્રોજા, એ.એચ. માણસીયા સહિતનાં શિક્ષક સંઘનાં આગેવાનો સહિત ૨૦૦થી વધુ શિક્ષકોએ માસ્ક પહેરીને એક કલાક સુધી મૌન ઘરણા કરીને મુક વિરોધ નોંધાવ્યો હતો.

- text