મોરબીમાં પાટીદાર ધામ યુવા ટીમે મતદારોને લીંબુ શરબત પીવડાવી ઉત્સાહ વધાર્યો

- text


મોરબી : મોરબીમાં આકરા તાપ વચ્ચે મતદારો ઘરમાંથી બહાર નીકળીને મતદાન મથક સુધી પહોંચી મતદાન કરી રહ્યા છે. ત્યારે આ અસહ્ય ગરમીમાંથી મતદારોને રાહત મળે તે માટે મોરબીની પાટીદાર ધામ યુવા ટીમ દ્વારા લીંબુ શરબતનું વિતરણ કરવામાં આવ્યું હતું.

ક્રિષ્ના સ્કૂલ સહિતના મતદાન મથકો ઉપર પાટીદાર ધામ યુવા ટીમ દ્વારા વરીયાળી વાળું લીંબુ શરબત મતદારો અને પોલિંગ સ્ટાફને પીવડાવ્યું હતું. આ તકે ચંદુભાઈ કાસુંદ્રા નામના મતદારે પાટીદાર ધામ યુવા ટીમનો આભાર વ્યક્ત કરી આ કાર્ય બદલ તમામ વતી શુભેચ્છા પાઠવી હતી.

- text

- text