મોરબી જિલ્લામાં દિવ્યાંગ અને વરિષ્ઠ મતદારોએ પણ તંત્રની મદદથી કર્યું હોંશભેર મતદાન

- text


દિવ્યાંગો તથા સિનિયર સિટીઝન્સ માટે ૫૫૮ લોકેશન પર વ્હીલચેર તથા સહાયક પુરા પાડવામાં આવ્યા

મોરબી :મોરબી જિલ્લાના દિવ્યાંગ અને વરિષ્ઠ મતદારો આનુષાંગિક વ્યવસ્થાઓ સાથે સુગમ વાતવરણમાં સરળતાથી મતદાન કરી રહ્યા છે. તમામ વ્યવસ્થાઓની સાથે આ તમામ મતદારોને સંવેદના પૂર્ણ મતદાન કરાવવામાં આવી રહ્યું છે .

લોકસભાની ચૂંટણી અન્વયે ચૂંટણી તંત્ર દ્વારા દિવ્યાંગ તથ સિનિયર સિટીઝન્સ મતદારો માટે વિવિધ વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી છે. માંગણી દર્શાવી હોય તેવા દરેક દિવ્યાંગ મતદારો તથા સિનિયર સિટીઝન્સ માટે દરેક બુથ પર વ્હીલચેર સહિત ૫૫૮ લોકેશન પર વ્હીલચેર તથા સહાયક પુરા પાડવામાં આવી રહ્યા છે. જિલ્લા ચૂંટણી તંત્રના અધિકારી કર્મચારીઓ તેમજ પોલીસ સ્ટાફ પણ આ મતદારોને મદદરૂપ થઈ રહ્યો છે. તેઓ સુગમતા સાથે મતદાન કરી શકે તે માટે તેમને મદદરૂપ બની સંવેદના સાથે મતદાન કરાવવામાં આવી રહ્યું છે. તેમ યાદીમાં જણાવાયું છે.

- text

- text