મોરબીમાં બાળફિલ્મ મહોત્સવનો પ્રારંભ : કલેકટરના હસ્તે ઉદ્ઘાટન

- text


મોરબી : તા.૧૦ થી ૧૫ જુલાઇ સુધી બાળફિલ્મ મહોત્સવ અંતર્ગત મોરબીના સિનેમા ઘરોમાં ધો.૬ થી ૮ ના વિદ્યાર્થીઓને વિનામૂલ્યે ચિત્રકુટ સિનેમા,સુપર ટોકિઝ, અને વિજય સિનેમામાં આઇ.એમ..કલામ, સ્ટેન્લી કા ડાબા, ફરારી કી સવારી, જલપરી ધી ડિસર્ટ મેરમાઇન્ડ, હવા હવાઇ, મીશન મમી વગેરે ફિલ્મો બાળકોને પ્રોત્સાહન અને પ્રેરણા આપનારી ફિલ્મો બતાવવામાં આવનાર છે..

- text

આ ફિલ્મ મહોત્સવના પ્રથમ દિવસે ચિત્રકુટ સિનેમા ખાતે જિલ્લા કલેકટરશ્રી આઇ.કે.પટેલે દિપ પ્રગટાવીને ઉદઘાટન કર્યું. હતું. જયારે આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રી એસ.એમ.ખટાણા, અધિક કલેકટરશ્રી પી.જી.પટેલ,જિલ્લા રમત ગમત અધિકારીશ્રી સત્યજીત વ્યાસ,તાલુકા પંચાયત શિક્ષણ વિભાગના શ્રી કાવર તેમજ શાળાના આચાર્યશ્રીઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહયાં હતા. જયારે આજે જુદી જુદી શાળાઓના ચિત્રકુટ સિનેમા ખાતે ૫૩૨,સુપર ટોકીઝ ખાતે ૫૧૬ તથા વિજય સિનેમા ખાતે ૪૯૮ મળી કુલ ૧૫૪૬વિદ્યાર્થીઓએ આઇ.એમ.કલામ ફિલ્મ નિહાળી હતી.

 

- text