મોરબી : સ્વાધ્યાય પરિવાર દ્વારા ગુરુપૂર્ણિમા અને તેજોમહ વર્ષની ઉજવણી કરાઈ

- text


મોરબી : ગુરુપૂર્ણિમાના ઉત્સવ પ્રસંગે દાદાને ભાવવંદના કરવા માટે તથા પૂજનીય દીદીજીનો જન્મદિન અને માધવવૃંદના ૨૫માં વર્ષની ઉજવણી કરવા તથા વૃક્ષમંદિર દિન અને યુવા દિનના પાંચ ઉત્સવોને ઉજવવા માટે મોરબી, માળીયા(મી), વાંકાનેર તથા ટંકારા તાલુકાનાં સ્વાધ્યાયીઓ વરસાદી માહોલ વચ્ચે આશરે બારથી પંદરની વિશાળ સંખ્યામાં મોરબીના રામોજી ફાર્મ ખાતે સાંજના ૬વાગ્યે મળ્યા હતા..

- text

આ પ્રસંગે નાના નાના બાળકોએ ‘ક્યારામાં કૃષ્ણને જોયો” આ ભાવગીત દ્વારા દાદાજીએ સમજાવેલ પ્રકૃતિ તરફના પ્રેમ દ્વારા ભાવ વંદના કરી ત્યારબાદ સ્વાધ્યાય પરિવારના દંપતિઓએ “નારાયણ ઉપનિષદના મંત્રગાન સાથે તુલસીનું પૂજન કર્યું અને આ પ્રસંગે યુવાનો તથા યુવતીઓએ તાલ, લય અને શિસ્ત સાથે અલગ અલગ દસ જેટલા સ્પોટ ઉપર કરેલ હતા. દાદાજી તથા દીદીજીની ભાવવંદના ખૂબ જ આકર્ષક રહી. પૂજનીય દીદીએ આ પ્રસંગે દાદાજી એ આપેલ નિ:સ્વાર્થ પ્રેમ અને દૈવી વિચારોનું સ્મરણ કરાવી છોડમાં રણછોડની ભાવના દ્વારા મુર્તિમાં રહેલા ભગવાનનું વ્યાપકત્વ સમજાવેલ હતું. છેલ્લે આ સ્વાધ્યાય પરિવારના આયોજન, ભક્તિનો ભાવ તથા સ્વયં શિસ્તનું દર્શન થયું.

 

- text