મોરબી અને ટંકારામાં અડધો ઈંચ વરસાદ પડ્યો

- text


મોરબી : મોરબીમાં આજે મંગળવારે બપોર બાદ વાતાવરણમાં મેઘાડંબર છવાયા બાદ સાંજે મેઘરાજાની વીજળીના કડાકા ભડાકા સાથે જોરદાર એન્ટ્રી શરૂ થઇ હતી જોકે મેઘરાજાએ થોડીવાર સટા સટી બોલાવ્યા બાદ વિરામ લેતા લોકોમાં નારાજગી જોવા મળી હતી. જયારે સરકારી આંકડા મુજબ મોરબીમાં માત્ર થોડી મિનિટમાં 16મીમી વરસાદ નોંધાયો હતો. જયારે ટંકારા પણ 14મીમી જેટલો વરસાદ નોંધાયો હતો. જયારે સરકારી આંકડા મુજબ હળવદ અને માળિયામાં માત્ર વરસાદી ઝાપટા પડ્યા છે. જયારે સૂત્રોના જણાવ્યા મુજબ મોરબી અને માળીયા મિયાણાના અમુક ગામોમાં સારો વરસાદ પડ્યો હતો. મોરબી જિલ્લામાં અત્યાર સુધી માત્ર વરસાદી ઝાપટા જ પડ્યા છે. ત્યારે ધરતીપુત્રો મેઘરાજાને મન મૂકીને વરસવા વિનવણી કરી હતી.

- text

- text