મોરબીના નવલખી રોડ બે ટેન્કર સામ સામે અથડાયા : બેને ઇજા

- text


ટેન્કરો અથડાયા બાદ એક ટેન્કર રેલવે ટ્રેક પર ચડી ગયું

મોરબી : નવલખી રોડ પર ટ્રાફિક નિયમોનો ઉલાળિયો કરી બેફામ વાહનો દોડતા હોવા બાબતે આજે જ સામાજિક આગેવાનોએ જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરી છે. ત્યારે આજે સાંજે ચાલુ વરસાદ દરમિયાન નવલખી રોડ પર ત્રિમંદીર પાસે બે ટેન્કર સામ સામે અથડાયા હતા. જેમાં એક ટેન્કર રોડની બાજુમાં રેલવે ટ્રેકની સલામતી દીવાલ તોડી રેલવેના પાટા નજીક પોહચી ગયું હતું. આ અકસ્માતમાં બે લોકોને ઇજા થયાની અને તેમને સારવારમાં દવાખાને ખસેડાયાની વિગતો મળી હતી. જયારે પીપળીયા ચાર રસ્તા પર પણ આ સમય દરમિયાન બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયાની વિગતો મળી હતી જોકે આ અકસ્માત સામાન્ય હોવાનું જાણવા મળ્યું હતું.

- text