ટંકારા : અકસ્માતમાં એકનું મોત

- text


ટંકારા : રાજકોટના રહેવાસી જીતેશ ભૂદર ભાગિયાએ ટંકારા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે ગઈકાલે સાંજના સમયે લતીપર ટંકારા રોડ પરથી તેના પિતા ભુદરભાઈ બેચરભાઈ ભાગિયા પોતાના બાઈક નં જીજે ૦૩ ઇડી ૩૦૩૭ લઈને ટંકારા તરફ આવતા હતા ત્યારે પુરપાટ વેગે આવતી રીક્ષા નં જીજે ૩૬ યુ ૦૫૨૨ ના ચાલકે તેના બાઈકને ઠોકર મારતા બાઈકસવાર ભુદરભાઈ ભાગિયા રહે. ટંકારા વાળા આધેડનું મોત નીપજ્યું છે. ટંકારા પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે.

- text

મોરબી : પરણિતા ગુમ
મોરબીના શનાળા રોડ પરના હાઉસિંગ બોર્ડના રહેવાસી સિદ્ધાર્થ ભગવાનજી બ્રાહ્મણ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે ગઈકાલે સવારે પતિ પત્ની વચ્ચે બોલાચાલી થઇ હતી ત્યારબાદ તેની પત્ની મીનાબેન (ઉ.વ.૩૪) કોઈને કહ્યા વિના ઘરેથી ચાલ્યા ગયા બાદ પરત નહિ આવતા પરિવારે ગુમ થયાની ફરિયાદ નોંધાવી છે. મોરબી એ ડીવીઝન પોલીસે ગુમસુદા નોંધ કરી તપાસ ચલાવી છે.

- text