મોરબીમાં મહિલા મંડળ ગ્રુપનું સમાજને નવો રાહ ચીંધતું પ્રેરક કાર્ય

વૃધ્ધાશ્રમના વૃધ્ધો સાથે કેક કાપી તેમને પ્રેમથી જમાડીને મધર ડેની ઉજવણી કરી

મોરબી : મહિલા મંડળ ગ્રુપે સમાજને નવો રાહ ચીંધતું પ્રેરક કાર્ય કરું હતું. જેમાં ગ્રુપના મહિલા સભ્યો પોતાના વડીલની જેમ વૃધ્ધાશ્રમના વૃધ્ધા સાથે કેક કાપી, પ્રેમથી જમાડીને મધર ડેની પ્રેરણાદાયી ઉજવણી કરી હતી. તેમજ વૃદ્ધાની ઈચ્છા મુજબ તેમણે સોમનાથ દર્શને લઇ જવાની મહિલા ગ્રુપે તૈયારી દર્શાવી છે.
મોરબીના મહિલા ગ્રુપના સદસ્યો મંજુલાબેન દેત્રોજા, ભાવિનીબેન ડાભી, જાગૃતિબેન પરમાર, ભાવનાબેન મહેતા, હંસાબેન ધોળકિયા, સહિતના સાસરીયે મોરબીમાં અને પિયર દુર હોવાથી મધર ડે નિમિતે પોતાના માતા સાથે ઉજવણી કરવા પિયર જવાને બદલે વૃધ્ધાશ્રમના વૃધ્ધો સાથે ઉજવણી કરીને માતૃ ઋંણ અદા કર્યું હતું. મહિલા ગ્રુપના તમમાં સદસ્યો મધર ડેની ઉજવણી કરવા વીસીફાટક પાસે આવેલા નંદકુંવરબા આશ્રમે ગયા હતા. જ્યાં મહિલા સભ્યોએ નિરાંતની પળો માંણી હતી. અને વદીલ જેવી હુંફ આપી હતી. તેમજ દીકરાઓએ આપેલા દુઃખથી હૈયા ન બાળવા અને સુખેથી જીવન વિતાવવા તથા તેઓ તેમના સંતાનોનો જ અહેસાસ કરાવીને સંતાનો જેવી લાગણી વ્યક્ત કરી હતી. બાદમાં વૃધ્ધો સાથે કેક કાપ્યો હતો. તેમજ કોઈપણ વસ્તુની જરૂર હોય તો વિના સંકોચે કહેવાનું કહેતા વ્રુધ્ધાઓએ સોમનાથ દર્શને જવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. તેથી મહિલાઓ તેમણે સોમનાથ દર્શને લઇ જવાનું જણાવ્યું હતું.