ભેજાબાજ ઠગે ATM પાસવર્ડ મેળવી જસાપરના યુવાન સાથે રૂ. ૨૬ હજારની કરી છેતરપીંડી

” જાણ્યા સમજ્યા વગર ATM નંબર, પાસવર્ડ આપી દેનારા માટે લાલબતી સમાન કિસ્સો ”

મોરબી : માળિયા(મી) ના જસાપર ગામે રહેતા એક યુવાન પાસેથી ભેજાબાજ ઠગે યુક્તિપૂર્વક તેના ATM નંબર અને પાસવર્ડ મેળવીને તેના ATM એકાઉન્ટ માંથી આશરે રૂ.૨૬ હજાર ઉપાડી લીધા હતા. યુવાને તેના એટીએમ ચકાસતા બધી હકીકત સામે આવી ગઈ હતી.
માળીયાના જસાપર ગામે રહેતા એક યુવાનને આજે તેના ફોન પર થી ૭૩૮૦૮૨૧૧૨૯ મોબાઈલ નંબર થી ફોન આવ્યો હતો. સામા પક્ષે કહ્યું હતું કે તે એક બેંક માંથી વાત કરી રહ્યો છે અને મોબાઈલ બેન્કિંગ કરવા માટે ATM નંબર અને પાસવર્ડ માંગ્યો હતો આથી યુવાને તેને ફોન પર તેના ATM નંબર અને પાસવર્ડ આપી દીધા હતા. જોકે યુવાનને ત્યારે ક્યાં ખબર હતી કે આ ફોન કરનાર બેંકનો કર્મચારી નથી. અને ભેજાબાજ ઠગ છે. તે તેના ATM સાફ કરી જાશે એવી ગંધ પણ આવી ન હતી. બાદમાં તેનું ATM તપાસતા જાણવા મળ્યું કે તેના ATM માંથી ૨૬ હજાર ઉપડી ગયાનું માલુમ પડ્યું. આ ભેજાબાજ ઠગ યુક્તિપૂર્વક કળા કરી ગયાનું બહાર આવ્યું હતું. જો કે આ બનાવની ફરિયાદ નોધાઇ નથી ત્યારે, આ અગત્યની માહિતીઓ ભોળાભાવે આપી દેનાર લોકો માટે આ કિસ્સો લાલબતી સમાન છે.