“જનસેવા એ જ પ્રભુસેવા” : પાલિકા નિષ્ફળ જતા વૃદ્ધો બાગનું કાળજી પૂર્વક કરે છે જતન

- text


મોરબી : પાલિકા તંત્રની ઘોર ઉપેક્ષાને કારણે શહેરમાં થોડા ઘણો સારી સુવિધા વાળો બચેલો સરદાર બાગની ઘોર અવદશા થઇ ગઈ છે. ત્યારે બાગમાં નિયમિત આવતા વરિષ્ઠ નાગરીકો બાગની ખરાબ સ્થિતિ જોઇને ફરી ઉપવનની જેમ મહેકનો બનાવવા માટે શ્રમયજ્ઞ હાથ ધર્યો છે. સાત થી આઠ જેટલા વૃદ્ધો નિયમિત બાગનું કાળજીપૂર્વક જતન કરી રહ્યા છે. મોરબીના પલીકાતંત્રના પાપે શહેરમાં બાગબગીચાની ખંડેર જેવી સ્થિતિ થઇ ગઈ છે. જોકે શહેરના અન્ય બાગો કરતા શનાળા રોડ પર આવેલા સરદાર બાગની એકંદરે સ્થિતિ થોડી સારી હતી. પાલિકાતંત્ર એ ગત વર્ષે સરદાર બાગમાં લીલુંછમ ઘાસ ઉગાડ્યું હતું. અને રૂ,૧૫ લાખ જેવો ખર્ચ કર્યો હતો. પરંતુ અયોગ્ય માવજતના પરિણામે આ બધુજ પાણીમાં ગયું હતું. પાલિકા તંત્ર સરદાર બાગની માવજત માટેના હેતુમાં ધ્યાન જ ન હોવાથી બાગની સ્થિતિ બદતર બનતી જતી હતી, તેથી અપના હાથ જાગન્નાથની જેમ વૃદ્ધોએ પાલિકા તંત્રનું કામ ઉપાડી લીધું છે. સરદાર બાગમાં નિયમિત ૭ થી ૮ જેટલા વૃધો નિરાંતની પળો માણવા આવે છે. બાગની લોન ઉખડી જતા સફાઈના અભાવે કચરાના ઢેર હોવાથી આ વૃદ્ધોએ બાગને ફરી નંદનવન બનાવવા માટે શ્રમયજ્ઞ શરૂ કર્યો છે. છેલ્લા ઘણાં સમયથી વૃદ્ધો બાગમાં ફરી લીલુંછમ ઉગાડ્યુ અને નિયમિતએ ઘાસને પાણીનું સિંચન કરે છે.
તેમજ બાગમાંથી કચરાની સફાઈ કરે છે. તેમાંથી એક વૃદ્ધ સવારથી સાંજ સુધી અહી શ્રમ કરવાની પ્રવૃતિમય રહે છે. વૃદ્ધો લોન, વૃક્ષોની માવજત કરે છે. જોકે વૃદ્ધોને આં કાર્યમાં એક સિરામિક કંપનીએ મદદ કરી છે. લોનનું કટર મશીન તથા ૧૦ જેટલા મજુરો રાખીને બાગમાંથી કચરાની સફાઈ કરી છે. વૃદ્ધાનું આ શ્રમ પ્રવૃતિથી સરદારબાગ ફરી મહેકવા લાગ્યો છે ત્યારે વૃદ્ધો કહે છેકે અમારી ઉમર ભલે નિરાંતે બેસીને ભગવાનની માળા જપવાની હોય પરંતુ જનસેવા એજ પ્રભુસેવા અમારો જીવન મંત્ર બનાવીને તેને સાર્થક કરવા પ્રયાસ કરી રહ્યા છે.

- text