“મન હોય તો માળવે જવાય” ટંકારાના તેજસ્વી તારલાઓએ સાબિત કરી બતાવ્યું..

- text



ટંકારા તાલુકાના હડમતિયા (પાલણપીર) ગામમાં આવેલ જ્ઞાનદીપ વિધાલયમાં ભણતી સામાન્ય પરિવારની  નિમાવત ક્રિષ્ના અને ખાખરીયા પ્રિયંકાએ  Std-12 Science Sem-4 માં ઉચ્ચ પરિણામ લાવી શાળા અને પરિવારનું ગૌરવ વધાર્યું છે. આ તેજસ્વી તારલાઓ કહેવત પ્રમાણે….” હંમેશા કમળ કાદવમાં જ ખીલી ઉઠે છે ” તેમ આ તારલાઓનું કઈક આવું જ છે. નાના ગામની શાળામાં ભણતા અેકનો પરિવાર “પાન પાર્લર” નો વ્યવશાય કરે છે. તો બીજાના છુટક મજુરી કરીને પેટે પાટા બાંધીને પોતાના સંતાનોને ડૉક્ટર બનાવવા સપના જોઈ રહ્યા છે. ઘુનડા (સ) ગામની નિમાવત ક્રિષ્નાએ Science PR-96.23 અને PR-96.62. જયારે  હડમતિયા (પાલણપીર) ગામની ખાખરીયા પ્રિયંકાએ Science PR-88.44 અને  PR-90.96 મેળવી પોતાના પરિવારનું નામ રોશન કર્યું છે.

- text