ટંકારાના ડેમ-તલાવડા તળીયા ઝાટક અને સરકાર કુષી મહોત્સવ ના તાયફા કરે છે : બ્રિજેશ મેરજા

- text



ટંકારા : સરકાર દ્વારા પેટાળ ને ચિરી પાણી ની વિશાળ લાઈનો નાખી ડેમ, નદી, નાળાને છલકાવી હરિયાળી ક્રાંતિ માટે સૌની યોજના ઘડી હતી. પરંતુ આ યોજનાનુ પાણી ટંકારા તાલુકાના ખેડુતોને ખેત ઉત્પાદન માટે કેદી મળશે તેવો સવાલ મોરબી જીલ્લા કોંગ્રેસ પ્રમુખ બ્રિજેશ મેરજાએ ઉઠાવ્યા છે. તેમને વધુમા જણાવ્યું હતું કે સરકાર સૌની યોજના બાબતે લોલીપોપ આપી રહી છે. અને કુષી મહોત્સવ કરી માત્ર વાહવાહી લુટી રહ્યા છે અને જગતતાત પાણી માટે વલખાં મારે છે. ટંકારાને ભુતકાળમાં મચ્છુ 1 ની કેનાલ દ્વારા પાણી આપવામાં આવતું હતું જે ને કારણે ધરતી પુત્રો વાવેતર કરી ઉત્પાદન મેળવતા હતા. આજે આ કેનાલ બુરાણ થઈ ગઈ છે જે તાત્કાલિક અસરથી રીપેરીંગ કરી પાણી છોડવામાં આવે તેવી માંગ મેરજાએ કરી છે. ડેમનુ પાણી રાજકોટ ને મળી શકે તો ટંકારાના ખેડુતોનો કયો ગુનો ? આ કેનાલ બંધ થઈ જતા સજનપર, ટંકારા, કલ્યાણપર, નશિતપર સહિતના ગામડાના કુવાના તળ પણ ઉડા ઉતરી ગયા છે. ત્યારે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે પાણી માટે આયોજન ધડી કાઢવા રજુઆત કરી છે.

- text