ટંકારાના મિતાણા નજીક દારૂના પાઉચ અને ચપલા ભરેલી કાર પકડાઈ

- text


એલસીબી પોલીસે રાજકોટના બુટલેગરને દબોચી લીધો, મોરબીનો શખ્સ ફરાર

ટંકારા : લોકસભા ચૂંટણીને પગલે વ્યાપક ચેકીંગના વિદેશી દારૂની અછત સર્જાતા રાજકોટના બુટલેગરો મોરબીથી વિદેશી દારૂ મંગાવી રહ્યાનું સામે આવ્યું છે, આવા જ એક કિસ્સામાં મોરબી એલસીબી ટીમે રાજકોટ – મોરબી હાઇવે રોડ ઉપર વોચ ગોઠવી પાઈલોટિંગ સાથે લઈ જવાતા વિદેશી દારૂના જથ્થા સાથે રાજકોટના બુટલેગરને દબોચી લેવાયો હતો જ્યારે દારૂના પાઉચ અને ચપલા સાથેની બીજી ગાડીમાં રહેલો શખ્સ નાસી ગયો હતો.

મોરબી એલસીબી ટીમે ગઈકાલે બપોરે રાજકોટ – મોરબી રોડ ઉપર ટંકારા નજીક વોચ ગોઠવી વિદેશી દારૂના ચપલા અને પાઉચ લઈને પસાર થતી પાઈલોટિંગ સાથેની એસન્ટ કારને અટકાવતા આરોપી સાજીદ અલ્લારખાભાઈ લંજા ઉ.34 રહે.રાજકોટ જંકશન પ્લોટ નામનો શખ્સ ઝડપાઇ ગયો હતો. જો કે, પાછળ રહેલી મહિન્દ્રા જીતો પ્લસ ગાડીનો ચાલક પોલીસને જોઈ નાસી જતા પોલીસે ગાડીનો પીછો કરતા આ ગાડી મિતાણા ગામના ઇરીગેશન બંગલો પાસે રેઢી મૂકી આરોપી મોહસીન રફીકભાઈ કડીયા રહે.મોરબી વાળો નાસી ગયો હતો.

- text

પોલીસના હાથે ઝડપાયેલા રાજકોટના સાજીદની પૂછતાછ કરતા વિદેશી દારૂ વેચાણ માટે રાજકોટ લઈ જઈ રહ્યાની કબૂલાત આપી હતી. આ મહિન્દ્રા જીતો ગાડીમાંથી રોયલ ક્લાસિક વ્હિસ્કીના 1140 પાઉચ તેમજ વાઈટ લેસ વોડકા બ્રાન્ડ દારૂના 180 એમએલ માપના 1920 ચપલા મળી આવ્યા હતા. પોલીસે દારૂની આ રેઇડમાં એસન્ટ કાર, મહિન્દ્રા જીતો વાહન તેમજ દારૂનો જથ્થો અને મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા 5,91,000નો મુદ્દામાલ કબ્જે કરી મોરબીના મોહસીનને ફરાર દર્શાવી રાજકોટના સાજીદ વિરુદ્ધ ટંકારા પોલીસ મથકમાં પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.

- text