ટંકારાના નેકનામ નજીક કાર પલ્ટી જતા મોરબીના બે સગા ભાઈના મૃત્યુ, બે ઘાયલ

- text


નેકનામથી પડધરી જતા સમયે દહીસરડા ગામ નજીક બનેલી ઘટના

ટંકારા : ટંકારા તાલુકાના નેકનામથી પડધરી તરફ જઈ રહેલી કારના ચાલકે સ્ટિયરિગ ઉપરનો કાબુ ગુમાવી દેતા નેકનામ અને દહીસરડા ગામ વચ્ચે કાર પલ્ટી મારી રોડ નીચે ઉતરી જતા આ ગોઝારા અકસ્માતમાં મોરબી રહેતા બે સગાભાઈઓના મૃત્યુ નિપજ્યા હતા જયારે કારમાં બેઠેલા બે અન્ય યુવાનોને ઈજાઓ પહોંચી હતી.

- text

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ગઈકાલે બપોરના સમયે ટંકારાના નેકનામ ગામેથી પડધરી તરફ જઈ રહેલી GJ-03- NF- 6642 નંબરની સ્વિફ્ટ કારના ચાલકે સ્ટિયરિંગ ઉપરનો કાબુ ગુમાવી દેતા કાર પલ્ટી ખાઇ રોડ નીચે ઉતરી જતા આ ગોઝારા અકસ્માતમાં મોરબી વિસીપરામાં રહેતા સોયબભાઈ હૈદરભાઈ જેડા અને અલ્તાફભાઈ હૈદરભાઈ જેડાના ઘટનાસ્થળે જ મૃત્યુ નિપજતા અરેરાટી વ્યાપી જવા પામી છે.વધુમાં આ અકસ્માતની ઘટનામાં શાહિદભાઈ ઈલિયાસભાઈ કટીયા તથા સંજય અવચરભાઈ જંજવાળીયાને ઈજાઓ પહોંચતા 108 મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.

- text