મોરબીમાં રાજભા ગઢવીના ડાયરામાં ડોલરનો વરસાદ

- text


મોરબી : સંત, સુરા અને દાતારની ધરતી એટલે સૌરાષ્ટ્ર. સૌરાષ્ટ્ર પંથકમાં યોજાતા લોકડાયરાઓમાં ડાયરાના શોખીનો મનમુકીને રૂપિયાનો વરસાદ કરતા હોય છે ત્યારે ગઈકાલે મોરબીમાં યોજાયેલા લોક સાહિત્યકાર રાજભા ગઢવીના ડાયરામાં પણ લોકોએ રૂપિયા અને ડોલરની નોટોનો વરસાદ વરસાવ્યો હતો.

https://youtube.com/shorts/tTvO8pr4cis?si=wRMM7cl6gvbRFvhc 

- text

મોરબીની બોયઝ હાઈસ્કૂલના મેદાનમાં સામતભાઈ જારીયાના પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાય જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. જે અન્વયે દરરોજ રાત્રે વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. જેમાં ગઈકાલે તારીખ 18 એપ્રિલ ને ગુરુવારના રોજ જાણીતા લોકસાહિત્યકાર રાજભા ગઢવીનો ડાયરો યોજાયો હતો. આ ડાયરામાં કંઈક અલગ જ દ્રશ્યો જોવા મળ્યા હતા. સામાન્ય રીતે કલાકાર પર લોકો રૂપિયા ઉડાડતા જોવા મળતાં હોય છે. પરંતુ અહીંયા રાજભા ગઢવી પર લોકોએ રૂપિયા સાથે ડોલરનો વરસાદ કર્યો હતો. મોટેરાઓથી લઈને નાના બાળકે પણ રાજભા ગઢવી ચલણી નોટોનો વરસાદ વરસાવતા અનેરો માહોલ સર્જાયો હતો.

- text