ઉનાળામાં 1એપ્રિલથી 31 જુલાઈ સુધી વકીલોને કાળો કોટ પહેરવામાંથી મુક્તિ

- text


મોરબી : ઉનાળો શરૂ થતાં જ આકરા તાપની શરૂઆત થઈ ચુકી છે ત્યારે બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા ગુજરાત રાજ્યના તમામ ધારાશાસ્ત્રીઓને અદાલતોમાં કાળો કોટ પહેરવામાંથી મુક્તિ આપવામાં આવી છે.

બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના નિયમ પ્રમાણે દેશમાં વકીલાતના વ્યવસાય સાથે સંકળાયેલા તમામ ધારાશાસ્ત્રીઓ માટે કાળો કોટ અને ટાઈ પહેરવાનું ફરજિયાત કરાયું છે. પરંતુ ઉનાળા દરમિયાન કાળો કોટ પહેરવાથી અસહ્ય ગરમીનો સામનો કરવો પડતો હોય છે. જેનાથી ધારાશાસ્ત્રીઓના સ્વાસ્થ્ય પર પણ અસર થતી હોય છે. ત્યારે બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા તથા ગુજરાત હાઈકોર્ટ સમક્ષ રજૂઆતો કરવામાં આવી હતી. જેના સંદર્ભે ઉનાળા દરમિયાન દર વર્ષે 1 એપ્રિલથી 31 જુલાઈ સુધી નીચલી અદાલતો તાલુકા અદાલતો), સેશન્સ તથા જિલ્લા અદાલતોમાં વ્યવસાય કરતા ધારાશાસ્ત્રીઓને કાળો કોટ પહેરવામાંથી મુકિત આપવામાં આવી છે. તેમજ આ સમય દરમિયાન ધારાશાસ્ત્રીઓને સફેદ શર્ટ, સકેદ કોલર સાથે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના લોગોવાળી ટાઇ ક૨જિયાત પહેરવા જણાવાયું છે.

- text

આ અંગે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના લોગોવાળી ટાઈ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની આફિસેથી (એક ટાઇની કિંમત રૂા.૧૦૦/-) મળી રહેશે. જેથી બાર એસોસિએશનના ધારાશાસ્ત્રીઓની જરૂરિયાત મુજબની ટાઇઓ મંગાવવા માટે બાર એસોશિએસને બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના નામની અમદાવાદની શાખા પરનો ડીમાન્ડ ડાફટ (પોસ્ટેજ ખર્ચ અલગ) મોકલેથી મેળવી શકાશે તેમ જણાવાયું છે.

- text