તંત્રને ખનીજ માફિયાનો ખુલ્લો પડકાર ! આરટીઓ સામે હાઇવે ઉપર માટીનો ઢગલો

- text


વાંકાનેર -મોરબી હાઇવે ઉપર ખનીજ માફિયાઓ બૈખોફ બન્યા, રોડની વચ્ચોવચ્ચ ઢગલા કરતા વાહન ચાલકો પરેશાન

મોરબી : મોરબી જિલ્લામાં વ્યાપક ખનીજ ચોરી કરતા ખનીજ માફિયાઓ અવાર-નવાર હાઇવે ઉપર માટી, ખનીજના ઢગલા કરીને નાસી જતા હોય છે ત્યારે આજે નેશનલ હાઇવે આરટીઓ કચેરી સામે જ ઉપર માટીનો ઢગલો કરી ખનીજમાફિયાએ તંત્રને પડકાર ફેકયાનું સામે આવ્યું છે.

મોરબીમાં પોલીસ, આરટીઓ અને ખાણખનીજ વિભાગની પરવા કર્યા વગર ઓવરલોડિંગ ડમ્પર અને ટ્રક ખુલ્લેઆમ રોયલ્ટી ચોરી કરી ખનીજનું પરિવહન કરી રહ્યા છે અને ભીંસ વધે ત્યારે મન પડે ત્યાં ખનીજ ઠાલવી નાસી જતા હોવાની અનેક ઘટનાઓ બનવા છતાં નેશનલ હાઇવે ઓથોરિટી કે આરટીઓ કે પછી પોલીસ પગલાં ભરતી ન હોય ખનીજચોરી કરતા તત્વો બેબાક બનીને વાહન ચાલકો માટે જોખમ ઉભા કરી રહ્યા છે ત્યારે આજે પણ વાંકાનેર મોરબી નેશનલ હાઇવે ઉપર આરટીઓ કચેરીની બાજુમાં જ કોઈ ખનીજ માફિયો રોડની વચ્ચે માટી ઠાલવી નાસી જતા અહીંથી પસાર થતા વાહનો માટે જોખમ ઉભું થયું હોવાનું સામે આવ્યું છે.

- text

- text