મોરબી જિલ્લામાં હોળી-ધુળેટીએ 108 સતત દોડતી રહી, ઇમરજન્સી કેસમાં ઉછાળો

- text


સમગ્ર જિલ્લામાં 108ની કુલ 11 એમ્બ્યુલન્સ કાર્યરત તહેવારોમાં પણ સરાહનીય કામગીરી

મોરબી : મોરબી જિલ્લામાં 108ને ઇમરજન્સી સરેરાશ 51 આસપાસ કિસ્સા થતા હોય છે ત્યારે હોળી ધુળેટીના તહેવારમાં આ સંખ્યમાં મોટો વધારો જોવા મળ્યો હતો. હોળીના દિવસે 61 અને ધુળેટીના દિવસે 87 ઈમરજન્સી કેસ સામે આવ્યા હતા. જેમાં હોળીના દિવસે 12 અને ધુળેટીમાં 16 વાહન અકસ્માત ઈમરજન્સી કેસ નોંધાયા હતા.

ઇમરજન્સી માટે સતત દોડતી રહેતી 108 એમ્બ્યુલન્સ સેવા દ્વારા હોળી-ધુળેટીના તહેવાર પૂર્વે આગાહી રૂપે અકસ્માત અને મારામારીના બનાવો વધવા દહેશત વ્યક્ત કરી હતી જે મુજબ મોરબી જિલ્લામાં હોળી અને ધુળેટીના તહેવારમાં 108 સતત દોડતી રહી હોવાના આંકડાઓ સામે આવ્યાછે, જેમાં જિલ્લામાં સામાન્ય રીતે 51 જેટલા કેસ સામે હોળીના દિવસે 61 અને ધુળેટીના દિવસે 87 ઈમરજન્સી કેસ સામે આવ્યા હતા. જેમાં હોળીના દિવસે 12 અને ધુળેટીમાં 16 વાહન અકસ્માત ઈમરજન્સી કેસ નોંધાયા હતા.

- text

મોરબી જિલ્લામાં 108ની કુલ 11 એમ્બ્યુલન્સ કાર્યરત છે. જેમાં મોરબી શહેરમાં 2, જેતપર, આમરણ અને મકનસર મળી મોરબી તાલુકામાં 5, વાંકાનેરમાં 1, હળવદ અને ચરાડવા મળી હળવદ તાલુકામાં 2, માળીયા અને ટંકારામાં 1-1 એમ્બ્યુલન્સ કાર્યરત છે. તેમજ મોરબી શહેરમાં રાત્રિ દરમિયાન 1 એમ્બ્યુલન્સ ફરજ પર હોય છે. જેમાં 7 મહિલા સહિત 24 EMT (emergency medical technician) અને 25 પાયલોટ રાઉન્ડ ધી ક્લોક 24 કલાક ફરજ બજાવે છે.જાન્યુઆરી 2024 દરમિયાન ટોટલ 1,664 તેમજ ફેબ્રુઆરી મહિનામાં 1,556 ઈમરજન્સી કેસ સામે આવ્યા હતા. જેમાં જાન્યુઆરી મહિનામાં 24 અને ફેબ્રુઆરીમાં 23 પોલિસ ઈમરજન્સી નોંધાઈ હતી. જાન્યુઆરીમાં 2 અને ફેબ્રુઆરીમાં 1 ફાયર ઈમરજન્સીનો કેસ બન્યો હતો. જાન્યુઆરી મહિનામાં સૌથી વધુ 1,638 કેસ અને ફેબ્રઆરીમાં 1532 કેસ મેડિકલ ઈમરજન્સીના થયા હતા.

ઉપરાંત જાન્યુઆરીમાં પ્રેગનન્સી ઈમરજન્સી 670 અને ફેબ્રઆરીમાં 616 કિસ્સા બન્યા હતા. ટ્રોમા વ્હિકલ ઈમરજન્સીના જાન્યુઆરીમાં 211 અને ફેબ્રઆરીમાં 222 કેસ નોંધાયા હતા. જાન્યુઆરી મહિનામાં 67 અને ફેબ્રઆરીમાં 49 કાર્ડીએક ઈમરજન્સી નોંધાઈ હતી. જાન્યુઆરીમાં બ્રિથીંગ ઈમરજન્સીના 91, ત્યારે ફેબ્રુઆરીમાં 93 કિસ્સા સામે આવ્યા હતા.

- text