મોરબી -કંડલા બાયપાસ ઉપર ત્રિપલ અકસ્માત

- text


બે કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા ટ્રાફિકજામ, પોલીસે ટ્રાફિક હટાવ્યો

મોરબી : મોરબી – કંડલા બાયપાસ રોડ ઉપર જૂની આરટીઓ કચેરી નજીક પુલ ઉપર ઓવરટેઈક કરવાની લાહ્યમાં બે કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા આ ત્રિપલ અકસ્માત બાદ થોડો સમય માટે હાઇવે ઉપર ટ્રાફિક જામ સર્જાયો હતો, અકસ્માતની જાણ થતા જ પોલીસે બનાવ સ્થળે દોડી જઈ ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો.

- text

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી-કંડલા બાયપાસ રોડ ઉપર જૂની આરટીઓ કચેરી પાસે આવેલા મચ્છુનદીના પુલ ઉપર હાલમાં પુલ તૂટી જતા એક જ તરફનો રોડ ચાલુ છે ત્યારે બપોરના સમયે એક કાર ચાલક ટ્રકની ઓવરટ્રેક કરવા જતા સામેથી આવતી કાર સાથે અથડાતા ત્રિપલ અકસ્માત સર્જાયો હતા. જો કે, સદનસીબે ત્રિપલ અકસ્માતની આ ઘટનામાં કોઈ જાનહાનિનો બનાવ બન્યો ન હતો. અકસ્માત બાદ બનાવસ્થળે ટ્રાફિક જામ થઇ જતા પોલીસ દોડી આવી હતી અને ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો.

- text