કૃપયા ધ્યાન દીજિયે ! ઓખા-ગોરખપુર ટ્રેન તા.12મી મે સુધી રદ

- text


બીના રેલવે સ્ટેશને મેન્ટેનન્સ કામને કારણે રેલવે દ્વારા નિર્ણય લેવાયો

મોરબી : પશ્ચિમ મધ્ય રેલવેના બીના સ્ટેશન પર મેન્ટેનન્સના કામને કારણે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી ઓખા-ગોરખપુર અને ગોરખપુર-ઓખા એક્સપ્રેસની ટ્રેન તા.7 એપ્રિલથી આગામી તા.12 મે સુધી રદ કરવામાં આવી છે. જેની વિગતો નીચે મુજબ છે.

રદ કરાયેલી ટ્રેન

ટ્રેન નંબર 15046 ઓખા-ગોરખપુર એક્સપ્રેસ 07.04.2024, 14.04.2024, 21.04.2024, 28.04.2024, 05.05.2024 અને 12.05.2024 ના રોજ રદ રહેશે.

- text

ટ્રેન નંબર 15045 ગોરખપુર-ઓખા એક્સપ્રેસ 04.04.2024, 11.04.2024, 18.04.2024, 25.04.2024, 02.05.2024 અને 09.05.2024 ના રોજ રદ રહેશે.

- text