મોરબીના રણછોડનગરમાં વરલીભક્ત ઝડપાયો

- text


મોરબી : મોરબી શહેરના રણછોડનગરમાં અમૃતપાર્ક પાસે પાનની દુકાને જાહેરમાં વરલી મટકાના આંકડા લખી જુગાર રમાડતા આરોપી સંજય જલાભાઇ જંજવાળીયાને એલસીબી પોલીસે રોકડા રૂપિયા 2150 તેમજ 5000 રૂપિયાની કિમતના મોબાઈલ તેમજ વરલી મટકાના સાહિત્ય સાથે કુલ રૂ.7150ના મુદામાલ સાથે ઝડપી લીધો હતો. આરોપી સંજયે વરલી મટકાના આંકડાની કપાત જીવરાજભાઇ શંકરભાઇ ધામેચા રહે. સાંઇ બાબા ના મંદિર પાસે રણછોડનગર મોરબી વાળા પાસે કરાવતો હોવાની કબૂલાત આપતા પોલીસે બન્ને વિરુદ્ધ સીટી બી ડિવિઝન પોલીસમાં જુગારધારા મુજબ ગુન્હો નોંધાવી તપાસ શરૂ કરી છે.

- text