હળવદના જુના દેવળીયા ગામે યુવાનના બાઈક સાથે કાર અથડાવી પતાવી દેવાની ધમકી 

- text


અગાઉ કરેલી એટ્રોસીટી એક્ટ મુજબની ફરિયાદ પાછી ખેચી લેવા ધમકી અપાઈ 

હળવદ : હળવદ તાલુકાના જુના દેવળીયા ગામે યુવાનને જાતિ પ્રત્યે અપમાનિત કરવામાં આવા બે વર્ષ પૂર્વે ફરિયાદ કરી હોય જેનો ખાર રાખી આ ફરિયાદ પાછી ખેંચવા ધમકી આપી યુવાનના બાઈક સાથે કાર અથડાવી જાનથી પતાવી દેવા ધમકી આપવામાં આવતા બનાવ અંગે ફરિયાદ નોંધાઈ છે.

- text

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના દેવળીયા ગામે શૈલેશભાઈ હરીભાઈ સોલંકીએ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, તા.26ના રોજ રાત્રીના સમયે આરોપી સબીર હારુનભાઈ કટીયા, રહે. જુના દેવળીયા ગામ, મફતીયાપરા વાળો સફેદ કલરની સ્વીફ્ટ કાર લઈને ધસી આવ્યો હતો અને શૈલેષભાઇના બાઈક સાથે કાર અથડાવી પાડી દઈ ડાબા હાથમા કોણી પાસે તથા ડાબા પડખામાં મુઢ ઈજાઓ કરી મારી નાખવાની કોશીષ કરી હોવાનું તેમજ શૈલેષભાઈને જાતી વિષે અપમાન જનક સંબોધન કરી “એટ્રોસીટી નો કેસ પાછો ખેચી લે જે નહીતર હવે સાવ માથે ગાડી ચડાવી જાનથી મારી નાખીશ તેવી ધાક-ધમકી આપી નાસી ગયો હતો. બનાવ અંગે શૈલેષભાઈની ફરિયાદને આધારે હળવદ પોલીસે ગુન્હો નોંધી તપાસ શરુ કરી છે.

- text