મોરબીની બિસંત પેકેજ ડ્રિંકિંગ વોટર ઉત્પાદકને 3 લાખનો દંડ

- text


રાજકોટની પેઢીમાથી લીધેલો નમૂનો ફેઈલ થતા અધિક કલેકટર રાજકોટે આકરો દંડ ફટકાર્યો

મોરબી : મોરબીના અમરેલી નજીક આવેલ બિસંત પેકેજ ડ્રિંકિંગ વોટર ઉત્પાદકની પ્રોડકટનો રાજકોટમાંથી લેવાયેલ નમૂનો ફેઈલ થતા આ અંગેનો કેસ અધિક કલેકટર સમક્ષ ચાલી જતા રૂપિયા 3 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.

પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટમાં આવેલ અલ્પેશ પ્રતાપભાઈ જોશીની પેઢીમાંથી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ રાજકોટ દ્વારા બિસંત પેકેજ ડ્રિંકિંગ વોટર બોટલના નમૂના લેવામાં આવતા પાણીનો નમૂનો સબ સ્ટાન્ડર્ડ જાહેર થતા આ અંગેનો કેસ અધિક કલેકટર રાજકોટ સમક્ષ ચાલી જતા મોરબીના અમરેલીની ઉત્પાદક પેઢી આકાશ બેવરેજીસને 2 લાખ અને ઉત્પાદક અનિલકુમાર બાબુલાલ ઉઘરેજાને 1 લાખ મળી કુલ 3 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો.

- text

- text