હળવદ હાઇ-વે પર આઇસરમા અચાનક આગ લાગી‌ : ડ્રાઇવરનો બચાવ

- text


હળવદ ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી આંગ પર કાબુ મેળવ્યો

હળવદ : હળવદ હાઇ-વે પર આવેલ કવાડિયા ગામના પાટીયા નજીક આઇસર ટ્રકમાં અચાનક આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી.સમય સૂચકતા જોઈ ડ્રાઇવર નીચે ઉતરી જતા તેનો બચાવ થયો હતો. આગની જ્વાળાઓ હાઇવેની બાજુમાં વાડીના સેઢે પહોંચી જતા વાડીના સેઢામાં પણ આગ લાગી હતી. જોકે બનાવને પગલે હળવદ ફાયરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો.

- text

- text