28 માર્ચનો ઈતિહાસ : જાણો, મહત્વપૂર્ણ ઘટનાઓ, પ્રખ્યાત વ્યક્તિઓનો જન્મદિવસ અને પુણ્યતિથિ વિશે…

- text


મોરબી : ખ્રિસ્તી કેલેન્ડર મુજબ આજે તા. 28 માર્ચ, 2024 છે. આજે વિશ્વ રંગમંચ દિવસ છે. ગુજરાતી પંચાંગ પ્રમાણે આજે વિક્રમ સંવંત 2080, માસ ફાગણ, પક્ષ વદ, તિથિ ત્રીજ, વાર ગુરુ છે. ત્યારે જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ, પ્રખ્યાત વ્યક્તિઓનો જન્મદિવસ અને પુણ્યતિથિ વિશે…

મહત્વપૂર્ણ ઘટનાઓ

1802 – ‘હેન્રિચ વિલ્હેમ મેથ્યુસ ઓલ્બિર્સ’ (Heinrich Wilhelm Matthäus Olbers)એ પલ્લસ (લઘુગ્રહ) (2 Pallas) નામક લઘુગ્રહ (Asteroid) શોધ્યો, જે માનવ જાત માટે જાણીતો તેવો દ્વિતિય લઘુગ્રહ હતો.
1930 – ‘કોન્સ્ટેનટિનોપલ’ (Constantinople) અને ‘અંગોરા’ (Angora)નાં નામ બદલી અને ‘ઇસ્તમ્બુલ’ અને ‘અંકારા’ કરાયા.
1969 – અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ આઈઝનહોવરનું નિધન.
2000 – વેસ્ટ ઈન્ડિઝના કોર્ટની વાલ્સે 435 વિકેટ લઈને કપિલ દેવનો રેકોર્ડ તોડ્યો.

2005 – ઈન્ડોનેશીયામાં ‘૨૦૦૫ સુમાત્રન ભુકંપ’નાં નામે ઓળખાયેલો ધરતીકંપ આવ્યો, જે ૮.૭ની તિવ્રતાનો અને ૧૯૬૦ પછીનો બીજો શક્તિશાળી ધરતીકંપ હતો.
2006 – અમેરિકાએ પાકિસ્તાનના પેશાવર સ્થિત તેનું દૂતાવાસ બંધ કર્યું.
2007 – અમેરિકાની સેનેટે ઇરાકમાંથી સૈન્ય પાછી ખેંચવાની મંજૂરી આપી.
2008 – ઓસ્કાર વિજેતા પટકથા લેખક એબીમૈનનું નિધન.
2009 – આજે અમેરિકાનાં સ્થાનિક સમય મુજબ રાત્રે ૮-૩૦ વાગ્યે, ‘વિશ્વ વન્યજીવન કોષ’ (World Wildlife Fund) દ્વારા તમામ નાગરિકો,ઉદ્યોગો,સરકારી સંસ્થાઓ,વગેરેને, એક કલાક માટે વિજળીનો ઉપયોગ બંધ રાખવા અપીલ કરવામાં આવેલ છે. આ ઘટના “અર્થ અવર” તરીકે ઓળખાય છે. પર્યાવરણ રક્ષણ પ્રત્યે સભાનતા કેળવવા આ આયોજન કરાયું છે.
2011- દેશમાં વાઘની સંખ્યામાં વધારો થયો. વર્ષ 2006માં તેમની સંખ્યા 1411 હતી જે 21 ટકા વધીને 1706 થઈ ગઈ છે.
2015- સાઈના નેહવાલ વિશ્વની નંબર વન મહિલા બેડમિન્ટન ખેલાડી બની.

- text

પ્રખ્યાત વ્યક્તિઓના જન્મદિવસ

1896 – ગોરખ પ્રસાદ – ગણિતશાસ્ત્રી, હિન્દી જ્ઞાનકોશના સંપાદક અને હિન્દીમાં વૈજ્ઞાનિક સાહિત્યના પ્રતિભાશાળી લેખક.
1965 – બિશ્વેશ્વર ટુડુ – ભારતીય જનતા પાર્ટીના રાજકારણી.
1968 – નાસિર હુસેન, ઇંગ્લીશ કિકેટર.
1972 – એબિય જે. જોસ – ભારતીય પત્રકાર અને માનવાધિકાર કાર્યકર્તા.
1982 – સોનિયા અગ્રવાલ – ભારતીય અભિનેત્રી.

પ્રખ્યાત વ્યક્તિઓની પુણ્યતિથિ

1552 – ગુરુ અંગદ દેવ – શીખ ધર્મના બીજા ક્રમના ગુરુ.
1941 – કાવાસજી જમશેદજી પેટીગારા – ભારતીય પોલીસ કમિશનર.
1959 – કલા વેંકટરાવ – દક્ષિણ ભારતના અગ્રણી રાજકીય કાર્યકર.
1961 – ચટ્ટા સિંહ – પ્રથમ વિશ્વ યુદ્ધ દરમિયાન ભારતીય સેનાની 9મી ભોપાલ પાયદળમાં સૈનિક.
1995 – હરિ દેવ જોશી – રાજસ્થાનના ભૂતપૂર્વ સાતમા મુખ્ય પ્રધાન.

2002 – એફ.એન. સુઝા – ભારતના પ્રખ્યાત ચિત્રકાર.
2004 – “પિટર ઉસ્તિનોવ”, બ્રિટિશ અભિનેતા (જ. ૧૯૨૧), ભારતનાં ભુતપૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની હત્યાનાં તેઓ સાક્ષી હતા, હત્યા થઇ તે સમયે વડાપ્રધાન તેમને એક દસ્તાવેજી ચિત્ર માટે ઇન્ટર્વ્યુ આપવા જતા હતા.
2006 – બંસીલાલ – હરિયાણાના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને સ્વાતંત્ર્ય સેનાની.
2006 – વેથાથિરી મહર્ષિ – ભારતીય ફિલસૂફ.

(અહીં આપેલી વિગતોનું સંકલન ઇન્ટરનેટ પરથી પ્રાપ્ત વિગતો અનુસાર કરેલું છે.)

- text