સામાકાંઠે શોભેશ્વર રોડ ઉપર વિચિત્ર અકસ્માત : 6 વાહનો ધડાધડ ભટકાયા

- text


બાઇક સવારે ઓચિંતી બ્રેક મારતા પાછળ અકસ્માતની હારમાળા સર્જાઈ : બનાવને પગલે રોડ ઉપર ટ્રાફિક જામ સર્જાયો

મોરબી : મોરબીના સામાકાંઠે શોભેશ્વર રોડ ઉપર આજે સાંજના અરસામાં વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. જેમાં ધડાધડ 6 વાહનો એકબીજા સાથે અથડાયા હતા. બનાવને પગલે રોડ ઉપર ટ્રાફિક જામ પણ સર્જાયો હતો.

પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના સામાકાંઠે શોભેશ્વર રોડ ઉપર પરશુરામ પોટરીની શાળા પાસે આજે સાંજના અરસામાં એક બાઇક ચાલકે કોઈ કારણોસર ઓચિંતી બ્રેક મારી હતી. જેના કારણે તેની પાછળ આવતી 5 કાર ધડાધડ અથડાઈ હતી. આમ બાઇક અને સીઆઝ, સ્વીફ્ટ ડિઝાઇર, ઇનોવા, હ્યુન્ડાઇ ઓરા, બ્રેઝા કારનો અકસ્માત સર્જાયો હતો.

- text

જો કે આ અકસ્માતમાં વાહનોમાં સામાન્ય નુક્સાનીઓ આવી છે. કોઈ વ્યક્તિને ઇજાઓ પહોંચી નથી. ઉલ્લેખનીય છે કે સિરામિક કારખાનામાંથી છૂટવાનો સમય હોય આ રોડ ઉપર સાંજે ટ્રાફિક રહેતું હોય છે. આ અકસ્માતને કારણે રોડ ઉપર ટ્રાફિક જામ પણ સર્જાયો હતો.

- text