25 માર્ચનો ઈતિહાસ : જાણો, મહત્વપૂર્ણ ઘટનાઓ, પ્રખ્યાત વ્યક્તિઓના જન્મદિવસ અને પુણ્યતિથિ વિશે…

- text


મોરબી : ખ્રિસ્તી કેલેન્ડર મુજબ આજે તા. 25 માર્ચ, 2024 છે. ગુજરાતી પંચાંગ પ્રમાણે આજે વિક્રમ સંવંત 2080, માસ ફાગણ, પક્ષ વદ, તિથિ એકમ, વાર સોમ છે. આજે ધુળેટીનો તહેવાર છે. ત્યારે જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ, પ્રખ્યાત વ્યક્તિઓનો જન્મદિવસ અને પુણ્યતિથિ વિશે…

મહત્વપૂર્ણ ઘટનાઓ

1655 – શનિનો સૌથી મોટો ચંદ્ર, ટાઇટન (Titan), ‘ક્રિસ્ટિન હુજીન'(Christian Huygens) દ્વારા શોધાયો.
1807 – બ્રિટિશ સામ્રાજ્યમાં ગુલામ વેપાર નાબુદ કરાયો. “ગુલામ વેપાર અધિનિયમ” કાનૂન બન્યો.
1807 – ‘ધ સ્વાન્સી અને મમ્બલ્સ રેલ્વે’ (The Swansea and Mumbles Railway), જે પછીથી ‘ઓયસ્ટરમાઉથ રેલ્વે’ (Oystermouth Railway) થી ઓળખાઇ, દુનિયાની સર્વ પ્રથમ ઉતારૂ રેલ્વે બની.

1931 – ગણેશ શંકર વિદ્યાર્થી, ભારતના સ્વતંત્રતા આંદોલનના એક મહત્વપૂર્ણ કાર્યકર્તા હતા. સાંપ્રદાયિક હિંસાને રોકવા અને શાંતિ સ્થાપિત કરતી તેમણે બલિદાન આપ્યું.
1965 – માર્ટિન લ્યુથર કિંગ જુનિયરની આગેવાની હેઠળના નાગરિક અધિકાર કાર્યકરોએ સેલ્માથી અલાબામાના મોન્ટગોમરીમાં કેપિટોલ સુધીની ૪-દિવસની ૫૦ માઇલની કૂચ સફળતાપૂર્વક પૂર્ણ કરી.
1971 – બાંગ્લાદેશ મુક્તિ સંગ્રામ: પાકિસ્તાન સેના દ્વારા ‘પૂર્વ પાકિસ્તાની નાગરિકો’ સામે ‘ઓપરેશન સર્ચલાઇટ’ શરૂ કરવામાં આવ્યું.
1979 – પ્રથમ સંપૂર્ણપણે કાર્યરત અવકાશનયાન કોલંબિયા, જ્હોન એફ કેનેડી અવકાશ મથકને તેના પ્રથમ પ્રક્ષેપણ માટે તૈયાર કરવા માટે પહોંચાડવામાં આવ્યું.
૨૦૧૨ ગાંધી રિસર્ચ ફાઉન્ડેશન જલગાંવનું રાષ્ટ્રપતિ સુશ્રી પ્રતિભા પાટિલના શુભ હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું.
1987 – સાર્ક દેશોનું કાયમી હેડક્વાર્ટર નેપાળની રાજધાની કાઠમંડુમાં ખોલવામાં આવ્યું.
1999 – ભારતે આઠ ક્લાસના પાકિસ્તાની નાગરિકોને વિઝા કેસમાં મુક્તિની જાહેરાત કરી.

2003 – સદ્દામ કેનાલ અને ફરાત બ્રિજ પર ઈરાકનો કબજો. પ્રથમ પોર્ટેબલ કમ્પ્યુટરના સર્જક એડમ ઓસ્બોર્નનું મૃત્યુ.
2005 – સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે સુદાન માટે શાંતિ રક્ષા દળને મંજૂરી આપી.
2007 – ટીમ ઈન્ડિયા વર્લ્ડ કપ ક્રિકેટમાંથી બહાર.
2008 – ટાટા ગ્રૂપની પૂણે સ્થિત ફર્મ ‘કમ્યુટેશન રિસર્ચ લેબોરેટરીઝ’એ આંતરરાષ્ટ્રીય ફર્મ ‘યાહૂ’ સાથે જોડાણ કર્યું છે.
સ્પેસ શટલ એન્ડેવર તેના મિશનને પૂર્ણ કર્યા પછી આંતરરાષ્ટ્રીય અવકાશ સ્ટેશનથી સફળતાપૂર્વક ઉડાન ભરી.
2011 – લોકસભા પછી, ઉડિશાનું નામ બદલીને ઓડિશા રાખવાના બિલને ગુરુવારે રાજ્યસભામાં પણ મંજૂરી આપવામાં આવી હતી. તેનો ઠરાવ 28 ઓગસ્ટ, 2008ના રોજ ઓરિસ્સા વિધાનસભામાં પસાર કરવામાં આવ્યો હતો, જે પાછળથી કેન્દ્રને મોકલવામાં આવ્યો હતો.

- text

પ્રખ્યાત વ્યક્તિઓના જન્મદિવસ

1838 – વિલિયમ વેડરબર્ન – ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખ.
1879 – બાપુલાલ નાયક, ભારતીય રંગમંચ અભિનેતા, પ્રારંભિક ગુજરાતી રંગભૂમિના દિગ્દર્શક અને વ્યવસ્થાપક (અ. ૧૯૪૭)

1914 – નોર્મન બોરલોગ – નોબેલ પુરસ્કાર વિજેતા અમેરિકન કૃષિ વૈજ્ઞાનિક.
1916 – એસ.એમ. પંડિત, ભારતીય ચિત્રકાર અને કેળવણીકાર (અ. ૧૯૯૩)
1920 – ઉષા મહેતા, ગાંધીવાદી સ્વાતંત્ર્ય સેનાની અને સમાજ સેવિકા (અ. ૨૦૦૦)
1925 – કિશોરી સિંહા, ભારતીય રાજકારણી, સામાજિક કાર્યકર અને વકીલ (અ. ૨૦૧૬)

1927 – પી. શાનમુગમ – બે વખત પુડુચેરીના મુખ્યમંત્રી, ભારતીય રાજકારણી, પુડુચેરીના ૧૩મા મુખ્ય પ્રધાન (અ. ૨૦૧૩)
1932 – અઝીઝ મુશબ્બર અહમદી – ભારતના ભૂતપૂર્વ 26મા મુખ્ય ન્યાયાધીશ.
1933 – વસંત ગોવારિકર – પદ્મશ્રી અને પદ્મ ભૂષણથી સન્માનિત ભારતીય વૈજ્ઞાનિક.
1941 – સુજ્ઞા ભટ્ટ, ગુજરાત હાઈકોર્ટના ભારતીય ન્યાયાધીશ (અ. ૨૦૨૨)
1943 – તેજરામ શર્મા – ભારતીય કવિ.
1948 – ફારુક શેખ – લોકપ્રિય બોલીવુડ અભિનેતા

પ્રખ્યાત વ્યક્તિઓની પુણ્યતિથિ

1898 – દલપતરામ, ગુજરાતી કવિ (જ. ૧૮૨૦)
1931 – ગણેશ શંકર વિદ્યાર્થી – પ્રખ્યાત સામાજિક કાર્યકર, સ્વાતંત્ર્ય સેનાની અને કુશળ રાજકારણી, ભારતીય પત્રકાર (જ. ૧૮૯૦)

2006 – ચંદ્રકાંત બક્ષી, ગુજરાતી લેખક (જ. ૧૯૩૨)
2011 – કલ્પના દિવાન, ગુજરાતી અને કેટલીક હિન્દી ફિલ્મો તથા ટી.વી. ના જાણીતા ચરિત્ર અભિનેત્રી
2011 – કમલા પ્રસાદ – હિન્દીના પ્રખ્યાત વિવેચક.
2014 – નંદા – હિન્દી ફિલ્મોની લોકપ્રિય ફિલ્મ અભિનેત્રી.
2020 – નિમ્મી – ભારતીય સિનેમાની 60ના દાયકાની સુંદર અભિનેત્રી.

(અહીં આપેલી વિગતોનું સંકલન ઇન્ટરનેટ પરથી પ્રાપ્ત વિગતો અનુસાર કરેલું છે.)

- text