ટંકારા ખાતે નાગપુરનાં મિશનરીઓનો ઋણ સ્વીકાર કાર્યક્રમ યોજાયો

- text


ટંકારા: મોરબીના ટંકારા ખાતે આવેલા ડો.બાબા સાહેબ આંબેડકર ભવન ખાતે નાગપુરથી આવેલા દિવંગત સંજય મેશ્રામનાં પત્નિ કલ્પનાબેન મેશ્રામ તથા તેમના મિશનરી પરિવારનું અનુસૂચિત જાતિ સમાજ દ્વારા સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું.

આ તકે સ્વ.સંજય મેશ્રામનાં તૈલી ચિત્રને ફુલહાર અર્પણ કરીને બે મિનિટ મૌન પાળીને શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી. નાગપુરથી આવેલા કલ્પનાબેન મેશ્રામ તેમજ પોરબંદરથી આવેલા ભંતેજી પ્રજ્ઞારત્નજી તથા સા.ન્યાય સમિતિનાં પ્રવાહક અશોકભાઈ ચાવડા, પુનાભાઈ સોલંકી, મોહનભાઈ ચૌહાણ, પ્રવિણભાઈ મેશ્રામ, સંકલ્પ બુદ્ધ વિહારનાં સંયોજક રાજેશભાઈ ચાવડા, મનોજભાઈ ચૌહાણ, દેવેન્દ્ર ભાઈ, રમેશભાઈ પારઘી વગેરે મહાનુભાવોને શાલ અને ફૂલહારથી સન્માનિત કરવામાં આવ્યા હતાં. આ કાર્યક્રમમાં ભંતે પ્રજ્ઞારત્નજીએ બૌદ્ધ ધમ્મ દેશના આપી હતી. અશોકભાઈ ચાવડા તેમજ પુનાભાઈ સોલંકી એ પ્રસંગ ને અનુરૂપ શાબ્દિક પ્રવચન આપ્યું હતું.

કાર્યક્રમને સફળ બનાવવા સ્વાગત સમિતિનાં આયોજકો રમેશભાઈ રાઠોડ, નાગજીભાઈ ચૌહાણ, પ્રવિણભાઈ પાંચાલ, મહેશભાઈ લાધવા, વિઠ્ઠલભાઈ સોલંકી, મોહનભાઈ ચૌહાણ, મહેશભાઈ સારેસા, હિરાભાઈ જાદવ, એડ.મનશુખભાઈ ચૌહાણ, કૌશિકભાઈ પારિયા, ઉમેશભાઈ ગોહિલ, મોતીભાઈ ચૌહાણ, વિનોદભાઈ પાટડિયા, મહેશભાઈ વરણ, વાલજીભાઈ સોલંકી, હસમુખભાઈ રાઠોડ સહીતના લોકોએ જહેમત ઉઠાવી હતી.

- text

- text