વાંકાનેરના ઢુંવા ગામે એસબીઆઈ બેંકમાં ચોરીનો પ્રયાસ

- text


તસ્કરોએ બેંકની પાછળ બારી તોડી ચોરીનો પ્રયાસ કર્યો

વાંકાનેર : વાંકાનેર તાલુકાના ઢુંવા ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં આવેલ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં ચોરીનો પ્રયાસ થતા બેન્ક મેનેજર દ્વારા વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરતા તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે.

- text

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર તાલુકાના ઢુંવા ગામે આવેલ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાની શાખામાં ગત મોડી રાત્રે તસ્કરોએ ચોરીનો પ્રયાસ કર્યાનું બહાર આવ્યું છે. બેંકના પાછળના ભાગે આવેલ બારીની ગ્રીલ તોડી તસ્કરોએ બેંકમાં ચોરીનો પ્રયાસ કરતા બનાવ અંગે બેન્ક મેનેજર દ્વારા વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.

- text