વિદેશ જેવા શિક્ષણ સાથે આપણી સંસ્કૃતિનું સિંચન : રાજસ્થાનની બિરલા પબ્લિક સ્કૂલમાં પ્રવેશ શરૂ

અહીંનો એક જ ધ્યેય બાળક ન માત્ર શિક્ષણમાં, પણ કળા અને સ્પોર્ટમાં પણ નિપુણ બને સાથોસાથ દેશદાઝ જાગે, આગવું વ્યક્તિત્વ ધરાવે : દરેક બાળકના ડેવલપમેન્ટ ઉપર ખાસ ધ્યાન રાખતી નિષ્ણાંતોની ટિમ

સંસ્થાની ટિમ 23મીએ મોરબીમાં ખાસ પેરેન્ટ કોન્ટેક્ટ પ્રોગ્રામ ચલાવશે, પોતાના બાળકના જીવન ઘડતરની સાથે શ્રેષ્ઠ કારકિર્દી ઇચ્છતા વાલીઓએ આ સેમિનારમાં અવશ્ય ભાગ લેવો

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : બાળકને વિદેશ શિક્ષણ માટે મોકલવામાં આવે તો બાળક શિક્ષણ તો શ્રેષ્ઠ મેળવે છે પણ આપણા સંસ્કારોથી તેનું અંતર વધી જાય છે. ત્યારે રાજસ્થાનના પીલાણીમાં આવેલ બિરલા પબ્લિક સ્કૂલ બાળક એકમાત્ર આશાનું કિરણ છે. જે વિદેશ જેવુ શિક્ષણ આપવાની સાથે બાળકોમાં આપણી સંસ્કૃતિનું સિંચન પણ કરે છે.

બિરલા પબ્લિક સ્કૂલ- પિલાણી 1944 માં સ્થપાયેલી છે. આ અંગ્રેજી માધ્યમની CBSE સંલગ્ન નિવાસી શાળા છે. અહીં બાળકોને એકદમ ઘરથી પણ સારૂ વાતાવરણ પૂરું પાડવામાં આવે છે. શાળાનો ઉદ્દેશ્ય એવા લોકોનું નિર્માણ કરવાનો છે કે જેઓ કોઈપણ પડકારનો સામનો કરી શકે. ‘એજ્યુકેશન વર્લ્ડ ઈન્ડિયા સ્કૂલ રેન્કિંગ 2012’ માં તેને દેશની 450 ઉચ્ચ પ્રતિષ્ઠિત શાળાઓમાં 10મું સ્થાન આપવામાં આવ્યું છે.

શૈક્ષણિક શ્રેષ્ઠતા ઉપરાંત, શાળા ખૂબ જ સક્રિય રાઇડિંગ ક્લબ ધરાવે છે જે મજબૂત શરીર અને મન ધરાવતા લોકોનું નિર્માણ કરે છે. આ શાળાની જુનિયર વિંગ વ્યક્તિગત રીતે મેડમ મારિયા મોન્ટેસરી દ્વારા ડિઝાઇન કરવામાં આવી હતી, જેઓ પ્રોજેક્ટની દેખરેખ માટે જી. ડી. બિરલાના અતિથિ તરીકે પિલાણીમાં રોકાયા હતા. તે ઈન્ડિયન પબ્લિક સ્કૂલ્સ કોન્ફરન્સ, રાઉન્ડ સ્ક્વેર, નેશનલ પ્રોગ્રેસિવ સ્કૂલ્સ કોન્ફરન્સ અને યુનાઈટેડ સ્કૂલ્સ ઓર્ગેનાઈઝેશનના સભ્ય છે.

અહીંનો એક જ ધ્યેય છે. બાળક ન માત્ર શિક્ષણમાં, પણ કળા અને સ્પોર્ટમાં પણ નિપુણ બને સાથોસાથ દેશદાઝ જાગે, આગવું વ્યક્તિત્વ ધરાવે. અહીં બાળકમાં વિવિધ કળા ખીલે તે માટે સંગીત સહિતના વિભાગો છે. બાળકો સ્વસ્થ રહે અને મનોબળ વધે તે માટે યોગ કેન્દ્ર છે. સ્પોર્ટ્સ માટે પણ ખાસ અહીં અનેક સુવિધાઓ ઉપલબ્ધ છે. અહીં દરેક બાળકના ડેવલપમેન્ટ ઉપર ખાસ ધ્યાન રાખતી નિષ્ણાંતોની ટિમ છે.

આ સંસ્થા વિશે મોરબીવાસીઓને વાકેફ કરવા સંસ્થાની ટિમ 23મીએ મોરબીમાં ખાસ પેરેન્ટ કોન્ટેક્ટ પ્રોગ્રામ ચલાવશે. પોતાના બાળકના જીવન ઘડતરની સાથે શ્રેષ્ઠ કારકિર્દી ઇચ્છતા વાલીઓએ આ સેમિનારમાં અવશ્ય ભાગ લેવા અપીલ કરવામાં આવી છે.


સેમિનાર : 23 ફેબ્રુઆરી
સ્થળ : કોમ્યુનિટી હોલ,
શક્તિ પ્લોટ મેઈન રોડ,
કાયાજી પ્લોટ,
સરદાર બાગ, મોરબી
મો.નં.7240699931
મો.નં.9667200785


www.bpspilani.edu.in