મોરબીમાં વૃદ્ધને મોતને ઘાટ ઉતારનાર પોલીસ બોલેરોના ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધાયો

- text


હળવદ – મોરબી હાઇવે ઉપર પોલીસની ગાડીએ ઓવરટેક કરવા જતા વૃદ્ધને હડફેટે લેતા મોત નીપજ્યું હતું

મોરબી : હળવદ – મોરબી હાઇવે ઉપર માર્કો વિલેજ સોસાયટી સામે પોલીસની ગાડીએ ઓવરટેક કરવા જતા વૃદ્ધને હડફેટે લેતા ગંભીર ઇજા પામેલા વૃઘ્ધનું મૃત્યુ નિપજતા આ બનાવમાં પોલીસની બોલેરો ગાડીના ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધાયો છે.

- text

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ગત તા.16ના રોજ હળવદ – મોરબી હાઇવે ઉપર માર્કો વિલેજ સોસાયટી સામે GJ-18-GB-5580 નંબરની પોલીસની ગાડીએ ઓવરટેક કરવા જતા સામેથી આવતા GJ-03-BJ-8505 નંબરના બાઈક ચાલક હિરાભાઇ રજોડીયા રહે.માર્કો વિલેજ સોસાયટી વાળાને બોલેરો ચાલકે હડફેટે લેતા પ્રથમ મોરબી સરકારી હોસ્પિટલ બાદ ખાનગી હોસ્પિટલમાં ખસેડતા હીરાભાઈનું મૃત્યુ નિપજતા તેમના પુત્ર ધવલભાઇ હિરાભાઇ રજોડીયાએ પોલીસની બોલેરો નંબર GJ-18-GB-5580ના ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text