મોરબીના વૃધ્ધાશ્રમમાં ભોજન કરાવી જન્મદિવસની ઉજવણી કરાઈ

- text


મોરબી : માળીયા તાલુકાના નાનાભેલા ગામના વતની અને હાલ મોરબી રહેતા પ્રિતેશભાઇ કાવરનાં પત્નિ મોનીકાબેન પી. કાવરના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. જેમાં કાવર પરિવાર દ્વારા મોરબીના સંગાથ વૃધ્ધાશ્રમના વૃધ્ધોને ભોજન કરાવ્યું હતું. જેથી વૃધ્ધાશ્રમમાં રહેતા વૃધ્ધોના ચહેરા પર ખુશી જોવા મળી હતી અને મોનીકાબેનને જન્મદિવસ પર ખુબજ આર્શીવાદ અને શુભેચ્છાઓ પાઠવી હતી.

- text