મોરબીમાં એક જ દિવસમાં ગૌસેવા માટે સવા કરોડનું દાન મળ્યું

- text


ઉત્તરાયણ પર્વ નિમિત્તે મોરબી પાંજરાપોળને 58 લાખથી વધુ, અંધ અપંગ ગૌશાળા વાકાનેરને 50 લાખ અને ખાખરેચી ગૌશાળાને 15 લાખનું દાન મળ્યું

મોરબી : મકરસંક્રાંતિએ દાન પુણ્યનો વિશેષ મહિમા છે ત્યારે મોરબીમાં ઉત્તરાયણ પર્વ નિમિત્તે વિવિધ ગૌશાળાઓ અને પાંજરાપોળ દ્વારા સ્ટોલ નાખી દાન એકત્રિત કરવા પ્રયાસ કરવામાં આવતા સેવાભાવિ નાગરિકોએ દાનની સરવાણી નહિ પણ ધોધ વહાવી એક જ દિવસમાં રૂપિયા સવા કરોડથી વધુની ધનરાશી ગૌસેવાના લાભાર્થે અર્પણ કરી હતી.

ઉત્તરાયણ પર્વ નિમિત્તે મોરબી શહેર અને જિલ્લામાં ગઈકાલે વિવિધ સ્થળોએ મોરબી પાંજરાપોળ, અંધ અપંગ ગૌશાળા વાકાનેર અને ખાખરેચી ગૌશાળા સહિતની સંસ્થાઓ દ્વારા દાન એકત્રિત કરવા માટે સ્ટોલ ઉભા કરતા લોકોએ ઉદાર હાથે દાન આપ્યું હતું. 4800 જેટલા ગૌવંશનો નિભાવ કરતા મોરબી પાંજરાપોળને ગઈકાલે 58.50 લાખ જેટલું દાન મળ્યું હોવાનું સંસ્થાના વેલજીભાઈ પટેલે જણાવ્યું હતું.

આ સાથે જ મોરબી જિલ્લામાં વાંકાનેર ખાતે આવેલ અંધ અપંગ ગૌશાળા માટે ઉભા કરાયેલ વિવિધ સ્ટોલમાં લોકોએ 50 લાખ રૂપિયા જેટલુ દાન આપ્યું હોવાનું તુષારભાઈ દફ્તરીએ જણાવ્યું હતું. આ ઉપરાંત માળીયા તાલુકાની સૌથી મોટી ગૌશાળા માટે વિવિધ સ્ટોલમાં રૂપિયા 15 લાખ જેટલું દાન મળ્યું હોવાનું મનુભાઈ કૈલાએ જણાવ્યું હતું. નોંધનીય છે કે મોરબીની આ ત્રણ મોટી ગૌસેવા સંસ્થાઓ ઉપરાંત અન્ય નાની મોટી ગૌસેવા સંસ્થાઓને પણ લોકોએ ઉદારહાથે દાન આપી માનવતા મહેકાવી હતી.

- text

- text