મોરબીની વિરાસત ગાંધી બાગની સફાઇ કરવા આપ મહામંત્રીની રજુઆત

- text


મોરબી : મોરબી શહેરની મધ્યમાં આવેલ પૌરાણિક વારસા સમાન ગાંધી બાગમાં ગંદકીના ગંજ ખડકાતા મોરબી આમ આદમી પાર્ટીના મહામંત્રી દ્વારા સોશિયલ મીડિયામાં ખુલ્લો પત્ર લખી ગાંધી બાગને સ્વચ્છ બનાવવા સંબંધિત તંત્રને રજુઆત કરી છે.

આમ આદમી પાર્ટી મોરબી જિલ્લાના મહામંત્રી પંકજભાઈ આદ્રોજાએ સોશિયલ મીડિયામાં ખુલ્લો પત્ર લખી નગર પાલિકા સહિતના તંત્રને રજુઆત કરતા જણાવ્યું હતું કે, મોરબી શહેર વચ્ચે આવેલા ગાંધીબાગ કે જેને ત્રિકોણબાગ પણ કહેવામાં આવે છે. આ બાગમાં જ્યારે ગાંધીજીની પ્રતિમાં સ્થાપિત કરવા આવી હતી ત્યારે ત્યાં બગીચો હતો પણ અત્યારે ત્યાં પાર્કીંગ પ્લોટ કરી નાખવામાં આવ્યા બાદ હાલમાં અહીં કચરો અને ગંદકીનું સામ્રાજ્ય છે..

વધુમાં જણાવાયું છે કે, આ મામલે મોરબી નગરપાલિકામા ધણી બધી સફાઇની ફરીયાદ કરી હોવા છતાં પણ સમસ્યાનું સમાધાન કરાવી શકી નથી, તંત્ર પાસે ઘણી બધી ગ્રાન્ટ આવે છે તે ગ્રાન્ટ ખોટા તાયફા પાછળ વાપરતા હોય તેવું લાગે છે. જેથી જો આ સરકાર આવાં બાગ બગીચા અને પુરાતન વારસો સાચવી ના શકે તો આ સરકાર નિષ્ફળ કહેવાય. મોરબી તંત્ર અને નગરપાલિકાને રજુઆત થકી ગંદકી દૂર કરવા અને ત્યાં વ્યવસ્થિત રીતે પાર્કીંગ પ્લોટ બનાવવા પંકજભાઈ આદ્રોજા દ્વારા તંત્રને જગાડવા પ્રયત્ન કરાયો છે.

- text

- text