મોરબીના મહેન્દ્રનગર અને ઘુટુ રોડ ઉપર જુગાર રમતા ચાર પકડાયા

- text


મોરબી : મોરબી સીટી બી ડિવિઝન પોલીસે મહેન્દ્રનગર ગામના ઝાપા પાસે તેમજ ઘુંટુ સીએનજી પંપ પાસે જુગારના અલગ અલગ બે દરોડા પાડી જુગાર રમતા ચાર આરોપીઓને ઝડપી લીધા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઘુંટુ રોડ ઉપર સીએનજી પંપ પાસે જાહેરમાં જુગાર રમતા આરોપી વિનોદ વાલજીભાઈ મકવાણા અને સંજયભાઈ મોહનભાઇ નંદેસરિયાને તીનપતિ રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 1240 કબ્જે કર્યા હતા.

- text

જ્યારે બીજા દરોડામાં સીટી બી ડિવિઝન પોલીસે મહેન્દ્રનગર ગામના ઝાપા પાસેથી આરોપી અરવિંદભાઈ ખોડાભાઈ ધામેચા અને હિરાભાઈ બચુભાઇ ધામેચાને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 980 કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

- text