વવાણીયા કન્યા શાળામાં આનંદ મેળો યોજાયો : વિદ્યાર્થીનીઓએ લગાવ્યા ખાણીપીણીના સ્ટોલ

- text


માળિયા : માળિયા મિયાણા તાલુકાની વવાણીયા કન્યા શાળામાં આનંદ મેળાનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં વિદ્યાર્થીનીઓ દ્વારા વિવિધ વાનગીઓ જેવી કે ભેળ, પાણીપુરી, ભૂંગળા બટાકા, ચણા મસાલા, મસાલા સેન્ડવિચ , મસાલા છાસ અને જનરલ સ્ટોર જેવા અલગ અલગ સ્ટોલ ઉભા કરી વેચાણ કરવામાં આવ્યું અને તમામ સ્ટોલનું સંચાલન શિક્ષિકા બહેનોના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું.

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યામંદિરનાં પ્રદીપભાઈ એ તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સ્ટાફે ખાસ મુલાકાત લઈ બાળાઓ નો ઉત્સાહ વધારેલ તથા કાર્યક્રમના આયોજન બદલ સમગ્ર શાળા પરિવારને બિરદાવેલ હતો. આ ઉપરાંત સ્થાનિક લોકો તથા વવાણીયા કુમાર શાળાનાં બાળકો તથા લક્ષ્મીવાસ પ્રાથમિક શાળાના બાળકો અને શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યામંદિર તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓનાં બાળકો એ તથા શિક્ષકોએ આનંદ મેળાની મુલાકાત લઈ વિવિધ વાનગીઓ નો સ્વાદ માણી બાળાઓનો ઉત્સાહ વધારેલ હતો.

- text

આ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીનીઓમાં વ્યવહારુ કુશળતા, પ્રમાણિકતા, આત્મનિર્ભરતા, નાણાકીય કુશળતા અને કુકિંગ કૌશલ્યનો વિકાસ થાય તેવો શાળા પરિવારનો ઉદ્દેશ્ય હતો. જે ઘણે ખરે અંશે સિદ્ધ થયો હતો.

- text