વાંકાનેરના જામસર ગામે સરપંચે સગા મોટાભાઇને લાકડીથી ફટકાર્યા

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકાના જામસર ગામે રહેતા વૃદ્ધને સરપંચ એવા સગા નાનાભાઈએ નજીવી બાબતે લાકડીથી ફટકારતા ઈજાગ્રસ્ત વૃદ્ધને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને બનાવ અંગે વાંકાનેર પોલીસને જાણ કરવામાં આવી છે.

જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર તાલુકાના જામસર ગામે રહેતાં ચતુરભાઇ ભનુભાઇ દેલવાડીયા ઉ.60 નામના વૃધ્ધને સાંજે તેના નાના ભાઇ પતુભાઇએ લાકડીથી માર મારતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરી હતી. ચતુરભાઇએ પોલીસ સમક્ષ જણાવ્યું હતું કે પોતાને પેરેલીસીસ હોઇ હાલ કામધંધો કરી શકતાં નથી. પોતાના નાના ભાઇ પતુભાઇ ગામના સરપંચ છે. ગામમાંથી ગેરકાયદેસર રીતે વાહનો નીકળતાં હોઇ તે બાબતે અને બીજા નિયમોનું પાલન કરાવવા બાબતે પોતે સરપંચ ભાઇને જણાવતાં તે તેઓને ન ગમતાં મારકુટ કરી હતી. પોલીસે હાલમાં સરપંચ ઉપર થયેલા આક્ષેપો અંગે વધુ તપાસ હાથ ધરી છે.

- text

- text