પગરખાં કાંડમાં વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા સહિત ત્રણ આરોપીઓ હાજર 

- text


વિભૂતિ, ઓમ અને રાજ પટેલ હાજર થઈ ગયા : પોલીસની સત્તાવાર જાહેરાત બાકી 

મોરબી : મોરબીમાં બાકી નીકળતા પગાર મામલે અનુસૂચિત જાતિ સમાજના યુવાનને ઢોર માર મારી બર્બરતા પૂર્વક મોઢામાં ખાસડું લેવડાવવા પ્રકરણમાં વિભૂતિ સીતાપરા ઉર્ફે રાણીબા સહિતના ત્રણ આરોપી ચોતરફથી ભીંસ વધતા પોલીસના શરણે આવી ગયાનું જાણવા મળે છે, જો કે હજુ સુધી પોલીસે સત્તાવાર રીતે ધરપકડની જાહેરાત કરી નથી.

મોરબીની રાણીબા ઇન્ડસ્ટ્રી એન્ડ એક્સપોર્ટ નામની પેઢીમાં કામ કરતા નિલેશભાઈ દલસાણીયા નામના યુવકને બાકી નીકળતા પગારના નાણાં મામલે ઓફિસે બોલાવ્યા બાદ વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા તેના ભાઈ ઓમ પટેલ, રાજ પટેલ સહિતના છ આરોપીઓએ ચામડાના પટ્ટાથી માર મારી મોઢામાં પગરખું પકડાવવાના ધૃણાસ્પદ બનાવમાં ફરિયાદ નોંધાયા બાદ ભૂગર્ભમાં ઉતરી ગયેલ રાણીબા ઉર્ફે વિભૂતિ અને તેના ભાઈ સહીત ત્રણ આરોપીઓ આજે પોલીસ સમક્ષ હાજર થયાનું બહાર આવ્યું છે. જો કે હજુ સુધી પોલીસે સત્તાવાર રીતે ધરપકડ દર્શાવી નથી.

- text

ઉલ્લેખનીય છે કે, વિભૂતિ સીતાપરા ઉર્ફે રાણીબા સહિતના આરોપીઓએ કોર્ટમાં આગોતરા જામીન અરજી પણ મૂકી હતી જે અરજી ના મંજુર કરતા અગાઉ ડી.ડી.રબારી હાજર થયા બાદ આરોપી વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા, ઓમ પટેલ, રાજ પટેલ,સહિત 3 આરોપીઓ આજે તપાસનીશ પોલીસ સમક્ષ હાજર થઇ ગયા હોવાનું જાણવા મળે છે જો કે, આ મામલે પોલીસે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી.

- text