મોરબી જિલ્લાના ખેડૂતોને ત્રણેય કેનાલમાંથી પાણી આપવા મુખ્યમંત્રીને રજૂઆત

- text


રવિ સિઝનના વાવેતર માટે ખેડૂતોને સિંચાઈ માટે પાણીની તાતી જરૂરત

મોરબી : મોરબી જિલ્લામાં હાલ ખેડૂતો રવિ પાકના વાવેતરમાં જોતરાયા છે. ત્યારે ખેડૂતોને હાલ પિયત પાણીની ખૂબ જ જરૂરિયાત હોય મોરબીના સામાજિક કાર્યકર કાંતિલાલ બાવરવાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને લેખિત રજૂઆત કરીને નર્મદા કેનાલમાંથી ખેડૂતોને પાણી આપવા જણાવ્યું છે.

કાંતિલાલ બાવરવાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને રજૂઆત કરીને જણાવ્યું છે કે, મોરબી જિલ્લામાં માળીયા બ્રાંચ, ધ્રાંગધ્રા બ્રાંચ અને મોરબી બ્રાંચ એમ કૂલ ત્રણ કેનાલ આવેલી છે. હાલ ખેડૂતો રવિ પાક માટે વાવેતર કરી રહ્યા છે. ત્યારે સમયસર વાવેતર થાય તે માટે ખેડૂતોને પિયત પાણીની જરૂરિયાત ઉભી થઈ છે. જો પાણી નહીં મળે તો પાક 50 ટકા જ થશે. ત્યારે મોરબી જિલ્લાની ત્રણેય બ્રાંચ કેનાલમાંથી હાલ ખેડૂતોને પાણી નથી મળી રહ્યું. તો તાત્કાલિક આ કેનાલમાંથી ખેડૂતોને રવિ પાકના વાવેતર માટે પિયત પાણી આપવામાં આવે. જો ખેડૂતોને યોગ્ય સમયે પાણી નહીં મળે તો ગાંધી ચિંધ્યા માર્ગે રજૂઆત કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

- text

- text