મોરબીના ચકમપર ગામે રહેણાંક મકાનમાં જુગારધામ ઝડપાયું, 7 જુગારી ઝબ્બે

- text


મોરબી તાલુકા પોલીસે કરેલી કાર્યવાહી

મોરબી : મોરબી તાલુકાના ચકમપર ગામે રહેણાંક મકાનમાં જુગરધામ ધમધમતું હોવાની બાતમીને આધારે તાલુકા પોલીસ ટીમે ગતરાત્રીના દરોડો પાડી સાત જુગારીઓને ઝડપી લઈ રોકડા રૂપિયા 81,500 કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના ચકમપર ગામે આરોપી અમૃતલાલ રતનશીભાઇ પટેલ પોતાના રહેણાંક મકાનમાં જુગાર રમાડતો હોવાની બાતમીને આધારે તાલુકા પોલીસે દરોડો પાડતા આરોપી અમૃતલાલ રતનશીભાઇ કાલરીયા, મગનભાઇ ભુદરભાઇ લોરીયા, દિક્ષીતભાઇ મહેશભાઇ પટેલ, નરભેરામભાઇ ધનજીભાઇ પટેલ, ભરતભાઇ ઠાકરશીભાઇ પાંચોટીયા, હિતેન્દ્રભાઇ દલસુખભાઇ ભીમાણી, અને વનરાજસિંહ ગજુભા ઝાલા, નામના આરોપીઓ તીનપતિનો જુગાર રમતા ઝડપાઇ ગયા હતા. પોલીસે આરોપીઓના કબજામાંથી રોકડા રૂપિયા 81,500 કબ્જે કરી તમામ વિરુદ્ધ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

- text

આ સફળ કામગીરી મોરબી તાલુકા પોલીસ મથકના પીઆઇ કે.એ.વાળા, પીએસઆઇ વી.જી.જેઠવા, એ.એસ.આઇ જયદેવસિંહ ઝાલા, પોલીસ હેડ કોન્સટેબલ દિનેશભાઇ બાવળીયા, અજીતસિંહ પરમાર, હરેશભાઇ આગલ, પોલીસ કોન્સટેબલ ફતેસંગ પરમાર, રમેશભાઇ મુંધવા, દિવ્યરાજસિંહ જાડેજા ભગીરથભાઇ લોખીલ, કેતનભાઇ અજાણા, જયદીપભાઇ પટેલ, પંકજભા ગુઢડા, કુલદિપભાઇ કાનગડ, દિપસિંહ ચૌહાણ અને યશવંતસિંહ ઝાલા દ્વારા કરવામાં આવેલ હતી.

- text