વાંકાનેરના લીંબાળામાં જમીન માપણી મુદ્દે બે પરિવારો બાખડ્યા 

- text


તલાટી સર્કલ જમીન માપણી કરતા વખતે જ આરોપીઓએ કાયદો હાથમાં લીધો હોવાની સામસામી ફરિયાદ 

વાંકાનેર : વાંકાનેરના લીંબાળા ગામે મુખ્ય બજારમાં રહેણાંક મકાનના દબાણ મામલે અરજી થયા બાદ તલાટી અને સર્કલ ઓફિસર માપણી કરતા હતા તે વખતે જ બે પરિવારો વચ્ચે લાકડી, ધોકા, પાઇપ સાથે છૂટાહાથની મારામારી થતા સામસામી પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર તાલુકાના લીંબાળા ગામે રહેતા ઉસ્માનભાઇ ફતેહભાઇ કડીવારે આરોપી હાજીભાઇ સાજીભાઇ ચારોલિયા, હનીફભાઇ ફતેહભાઇ ચારોલિયા, હબીબભાઇ ફતેહભાઇ ચારોલિયા અને ગુલાભાઇ ઉસ્માનભાઇ રહે.બધા લીંબાળા વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે આરોપીઓ વિરુદ્ધ જમીન માપણી અંગે અરજી કરી હોય જેથી જમીન માપવા તલાટી અને સર્કલ આવતા આરોપીઓને સારું નહીં લગતા લોખંડનો પાઇપ, લાકડી વડે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

- text

સામાપક્ષે લીંબાળા ગામે રહેતા ફરિયાદી ગુલામમુસ્તુફાભાઈ ઉસ્માનભાઈ ચારોલીયા વિરુદ્ધ આરોપી રોશનબેન ઉસ્માનભાઈ કડીવાર, ઉસ્માનભાઈ ફતેહભાઈ કડીવાર, ઈદ્રીશભાઈ ફતેશભાઈ કડીવાર તથા મુ્સ્તાકભાઈ ઉસ્માનભાઈ કડીવારે જમીન દબાણ કર્યા અંગેની અરજી કરી હોવાથી ગઈકાલે તલાટી તેમજ સર્કલ ઓફિસર જમીનની માપણી કરતા હોવાથી ફરિયાદી ગુલામમુસ્તુફાભાઈ ત્યાં ઉભા રહેતા આરોપીઓએ તારું મકાન પડાવી જ નાખવું છે કહી લાકડી વડે માર મારી હુમલો કરી જાનથી મારી નાખવા ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે

- text