મોરબીમાં વાહનચોરોએ હદ કરી ! આખેઆખું જેસીબી ચોરી ગયા 

- text


મોરબી તાલુકાના અણીયાળી ચોકડી નજીક આવેલી સિલ્વર હોટલની બાજુમાં બનેલો બનાવ 

મોરબી : મોરબી શહેર અને જિલ્લામાં રોજેરોજ તું વ્હીલર વાહનચોરીની ફરિયાદો નોંધાઈ રહી છે ત્યારે વાહનચોરોએ હવે હદ વટાવી હોય તેવી સ્થિતિ વચ્ચે મોરબીની અણિયારી ચોકડી નજીકથી આખેઆખું રૂપિયા 30 લાખની કિંમતનું જેસીબી ચોરી કરી લઇ જતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

- text

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીની અણિયારી ચોકડી નજીક આવેલ સિલ્વર હોટલ પાસેથી કચ્છના ભચાઉ તાલુકાના કડોલ ગામના રહેવાસી સાંજણભાઇ ભીખાભાઇ નાંગહની માલિકીનું રૂપિયા 30 લાખની કિંમતનું જેસીબી મશીન કોઈ અજાણ્યા તસ્કરો ચોરી કરીને લઇ જતા મોરબી તાલુકા પોલીસ મથકમાં જેસીબી ચોરી અંગે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે.

- text