જમીનના સોદામાં વચ્ચે આવીશ તો પતાવી દઈશ ! વાંકાનેરના મહીકા ગામના આધેડ ઉપર હુમલો 

- text


મહીકા ગામની સીમમાં જમીન ખરીદનાર આધેડને રસ્તામાં આંતરી બે શખ્સોએ હુમલો કરતા પોલીસ ફરિયાદ 

વાંકાનેર : વાંકાનેર તાલુકાના મહીકા ગામે રહેતા બેલાની ખાણના સંચાલકે ખેતીની જમીન ખરીદ કરતા આ જમીન આરોપીને ખરીદ કરવી હોય જેથી આ બાબતનો ખાર રાખી રસ્તામાં આંતરી અમારા જમીનના સોદામાં વચ્ચે આવીશ તો જાનથી પતાવી દઈશ કહી હુમલો કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનેથી જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર તાલુકાના મહીકા ગામે રહેતા અને બેલાની ખાણ ચલાવતા દિનેશભાઇ અમરશીભાઇ બાંભણીયાએ મહીકા ગામે આવેલી ખેતીની જમીન ખરીદ કરી હતી. જો કે આ જમીન મહીકા ગામના જ નજરૂદીન ઉર્ફે નજો ગનીભાઇ બાદીને પણ ખરીદ કરવી હોય ફરિયાદી દિનેશભાઇએ આ જમીન ખરીદ કરતા નજરૂદીન ઉર્ફે નજોને સારું લાગ્યું ન હતું જેથી ગઈકાલે દિનેશભાઇ પોતાનું બાઈક લઈને જતા હતા ત્યારે મહીકા કાનપર રોડ તબેલાથી આગળ મરઘા કેન્દ્ર પાસે કારમાં ધસી આવેલા નજરૂદીન ઉર્ફે નજો ગનીભાઇ બાદી અને એક અજાણ્યા શખ્શે દિનેશભાઈનું બાઈક દબાવી ઉભા રાખી હવે પછી મારા જમીનના સોદામાં વચ્ચે આવીશ તો પતાવી દઈશ તેવી ધમકી આપી લાકડાના ધોકા વડે હુમલો કરી ઇજા પહોંચાડતા વાંકાનેર તાલુકા પોલીસે બનાવ અંગે આઇપીસી કલમ મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text

- text