છોકરાવ બાબતે બોલાચાલી ન કરવા ભાભીને સમજાવવા જતા ભાઈએ ધોકા ફટકાર્યા 

- text


ટંકારાના તિલકનગરમાં બાળકોના ઝઘડામાં મોટેરાઓ ઝઘડી પડવાના બનાવમાં વળતી ફરિયાદ નોંધાઈ 

ટંકારા : ટંકારાના તિલકનગરમાં નાના બાળકો રમવા બાબતે કૌટુંબિક સગાઓ વચ્ચે થયેલી બોલાચાલી બાદ છોકરાવ બાબતે બોલાચાલી ન કરવા ભાભીને સમજાવવા ગયેલા પિતરાઈ ભાઈ સહિતના લોકોને ભાઈએ ધોકા વડે માર માર્યો હોવાની વળતી ફરિયાદ નોંધાઈ છે.

બનાવ અંગે જાણવાં મળતી વિગતો મુજબ ટંકારાના તિલકનગરમાં રહેતા દિનેશભાઇ સોમાભાઇ ગોહીલે ટંકારા પોલીસ મથકમાં પોતાના જ કૌટુંબિક સગા એવા આરોપી નવીનભાઇ હમીરભાઇ ગોહીલ, નવધણ હમીરભાઇ ગોહીલ અને કાનો હમીરભાઇ ગોહીલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, તેમના ભાભી રાણીબેનને છોકરાઓ બાબતે બોલાચાલી ન કરવાની હોય તેમ સમજાવવા જતા આરોપીઓએ લાકડાના ધોકા વડે ફરિયાદી દિનેશભાઇ, સાહેદ સોમાભાઈ તેમજ જડીબેનને ઇજા પહોંચાડી હતી, બનાવ અંગે ટંકારા પોલીસે સામસામી ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.

- text

- text