માળિયા : ઉદ્યોગપતિએ 120 બાળાઓને લ્હાણી આપી

- text


માળિયા (મિ.) : માળિયા પોલીસ સ્ટેશન દ્વારા સંચાલિત ગરબીમાં 120 જેટલી બાળાઓએ ભાગ લીધો હતો ત્યારે આ તમામ બાળાઓને દશેરાના દિવસે કેપી ટેક નોન વુવેન ઈન્ડિયા પ્રા.લી.ના ડાયરેક્ટરે લ્હાણી આપી હતી.

માળીયા ખાતે કોમી એકતાની મિશાલ સમાન પોલીસ મથક ખાતે યોજાયેલ ગરબીમાં 70 જેટલી મુસ્લિમ અને 50 જેટલી હિંદુ બાળાઓએ ભાગ લીધો હતો. ત્યારે આ 120 જેટલી બાળાઓને દશેરાના પાવન દિવસે કેપી ટેક નોન વુવેન ઈન્ડિયા પ્રા.લી.ના ડાયરેક્ટર મહેશભાઈ અઘારાએ લ્હાણી આપીને ધન્યતા અનુભવી હતી.

- text

- text