મોરબીમાં પાણી પ્રશ્ને મહિલાઓનો પાલિકામાં મોરચો

- text


વાવડી રોડ ઉપર છેલ્લા છ મહિનાથી પાણી ન આવતું હોવાની મહિલાઓની રાવ : પાલિકાના ચીફ ઓફિસર સમક્ષ ઉગ્ર રજુઆત કરી

મોરબી : મોરબીના વાવડી રોડની સોસાયટીમાં પાણી પ્રશ્ને મહિલાઓને નગરપાલિકામાં મોરચો માંડ્યો હતો. છેલ્લા છ મહિનાથી સોસાયટીમાં પાણી ન આવતું હોવાની ફરિયાદ સાથે મહિલાઓએ નગરપાલિકાના ચીફ ઓફિસર સમક્ષ ઉગ્ર રજુઆત કરી હતી.

મોરબીના વાવડી રોડ ઉપર આવેલી શ્રદ્ધાપાર્ક અને ન્યુ કુબેર સોસાયટીની મહિલાઓએ આજે પાણી પ્રશ્ને રજુઆત કરવા નગરપાલિકા કચેરીએ દોડી ગઈ હતી અને મહિલાઓએ નગરપાલિકાના ચીફ ઓફિસર સમક્ષ રજૂઆત કરી હતી કે, તેમની સોસાયટીમાં છેલ્લા છ મહિનાથી પાણી આવતું જ નથી. પાણી વગર ભારે હેરાન પરેશાન થઈ ગયા છીએ. એક બેડા પાણી માટે રીતસર વલખા મારવા પડે છે અને પાણી માટે ભારે રઝળપાટ કરવો પડે છે. બોર હોય ત્યાંથી પાણી ભરવું પડતું હોય પણ આ બોરમાં પાણી ઓછું આવતું હોવાથી પીવાનું પાણી વેચાતું લેવું પડે છે. આ રજુઆત સાંભળી ચીફ ઓફિસરે અરજી આપવાનું કહી તેમનો પાણી પ્રશ્ને યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી.

- text

- text