મોરબીના સિરામિક ઉદ્યોગકારો માટે 1 નવેમ્બરે લંડન (UK)માં રોડ શો સહિતની ઇવેન્ટ



લંડન (UK) માં ટોપ બાયર્સ સાથે વન ટુ વન મિટિંગની તક, માત્ર લિમિટેડ સીટ જ ઉપલબ્ધ હોવાથી વહેલા તે પહેલાંના ધોરણે રજિસ્ટ્રેશન


18 થી 20 જાન્યુઆરીમાં દિલ્હી ખાતે સિરામિક અને બાથ ઇન્ડસ્ટ્રી શોનું ધમાકેદાર આયોજન, ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ વિઝિટર્સ મોટી સંખ્યામાં આપશે હાજરી : થાઇલેન્ડ, વીએતનામ સાઉદી અરેબિયા, દુબઇ, ઇજિપ્ત, જોર્ડન, પોલેન્ડ, , મેક્સિકો, ગોતેમાલામાં યોજાઈ પ્રિ-ઇવેન્ટ, હજુ બીજા અનેક દેશોમાં પણ ઇવેન્ટનું આયોજન કરાશે


મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના સિરામિક ઉદ્યોગો માટે આગામી 1 નવેમ્બરના લંડન (UK) ખાતે રોડ શો સહિતની ઇવેન્ટ યોજાનાર છે. જેમાં ભાગ લેવા હાલ રજિસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે. લિમિટેડ સીટ જ ઉપલબ્ધ હોય ઇવેન્ટમાં ભાગ લેવા આજે જ રજિસ્ટ્રેશન કરાવો.

નવી દિલ્હીના ઈન્ડિયા ઈન્ટરનેશનલ કન્વેન્શન સેન્ટર (આઈઆઈસીસી) ખાતે તા.18 થી 20 જાન્યુઆરી સિરામિક અને બાથ ઇન્ડસ્ટ્રી શો (CBIS) યોજાનાર છે. જ્યાં મોટી સંખ્યામાં ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ વિઝિટર્સ આવવાના છે. અહીં ભારતીય ઉત્પાદકો અને વૈશ્વિક ખરીદદારો બિઝનેસની દુનિયામાં ઈતિહાસ રચવાના છે. હાલ આ ઇવેન્ટની તડામાર તૈયારીઓ ચાલી રહી છે.

જેના ભાગરૂપે ઇજિપ્ત, સાઉદી અરેબિયા, મેક્સિકો, ગોતેમાલા અને થાઇલેન્ડમાં રોડ શો તેમજ વિયેતનામ, દુબઇ, જોર્ડન, પોલેન્ડમાં બી ટુ બી ઇવેન્ટ યોજાઈ હતી. પોલેન્ડ ખાતેની આ ઇવેન્ટમાં Vinderen, Egen Home Design, Progres, Cersanit S. A., Tubadzin, Paradyz, PChB, Ceramika, Ceramica Picasa, Linia, Ceramica Dell’arte, Arkor, Expo-Drew, MO Group and Stargers સહિતના બાયર્સએ હાજરી આપી હતી. જેમાં મોરબીના ખ્યાતનામ સિરામિક એકમો Varmora, ITACA Ceramics, Valenza Ceramic,Dali Ceramico, Granoland Tiles, Embito Granito, Hawk Granito, Leopard Vitrified, One Touch Ceramic એ ભાગ લીધો હતો. જોર્ડનની ઇવેન્ટમાં Amri Ceramics, Ayyad Ceramics, Kharma Trading, Subhi Abu Ghallous Group, Villa, Roza Ceramics, Al Banna Ceramics એ ભાગ લીધો હતો.

આ તમામ જગ્યાએથી બાયર્સ દ્વારા અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો છે. હજુ પણ અનેક દેશોમાં ઇવેન્ટ યોજાવાની છે. હવે 1 નવેમ્બરના રોજ લંડન (UK) ખાતે રોડ શો યોજાશે. આ સાથે ત્યાંના ટોપ બાયર્સ સાથે વન ટુ વન મિટિંગ પણ યોજવામાં આવશે. હાલ મર્યાદિત સીટ જ ઉપલબ્ધ હોય તો આ ઇવેન્ટમાં જોડાવા આજે જ રજિસ્ટ્રેશન કરાવો.



વધુ વિગત માટે
સોનિયા મોદી મો.નં.9167702232
જય શેઠ મો.નં. 9167702955